Tuesday, September 21, 2021
Home5 લોકસભા બેઠકમાંથી પસાર થશે પ્રિયંકા,
Array

5 લોકસભા બેઠકમાંથી પસાર થશે પ્રિયંકા,

ભદોહી , મિર્ઝાપુર: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો ઉત્તરપ્રદેશમાં આજે બીજો દિવસ છે. તેમની ગંગા યાત્રા આજે ભદોહીના સીતમાઢીથી આગળ વધશે. રાત્રે તેઓ અહીં જ રોકાયા હતા. તેઓ બપોરે મિર્ઝાપુરમાં માં વિંધ્યવાસિનીના દર્શન કરશે અને કાંતિત શરીફ મઝાર પર માથું ટેકવશે. સોમવારે તેઓએ પ્રયાગરાજમાં સંગમ તટ પર ગંગાની પૂજા કરશે અને કોંગ્રેસના રંગમાં રંગાયેલી હોડીમાં બેસી મનૈયા ઘાટથી યાત્રા શરૂ કરશે. જે વિસ્તારોમાંથી પ્રિયંકા પસાર થશે ત્યાં વારાણસીને છોડીને 1984 બાદ કોઈ પણ બેઠક પર કોંગ્રેસ જીતી શક્યું નથી.

પ્રયાગરાજઃ ક્યારેક નહેરુ શાસ્ત્રી અને અમિતાભ જેવા લોકો અહીંથી સાંસદ રહી ચુક્યા છે- પ્રયાગરાજમાં અલ્હાબાદ અને ફુલપુર બે લોકસભાની બેઠકો છે. ફુલપુર પરથી પંડિત જવાહરલાલ નહેરુ, વિજય લક્ષ્મી પંડિત જેવા નેતા કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ રહી ચુક્યા છે. તો અલ્હાબાદ બેઠક પરથી પણ બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, અમિતાભ બચ્ચન પણ કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે. 1984માં અહીંથી જીતેલા છેલ્લા કોંગ્રેસ સાંસદ અમિતાભ બચ્ચન જ હતા. બોફોર્સ દલાલી વિવાદમાં અમિતાભ અને તેમના ભાઈ અભિતાભ પર આરોપો લાગ્યા હતા. ત્યારબાદ 1987માં તેમને રાજકારણમાં ફીટ ન હોવાનું કહીને રાજીનામું આપી દીધુ હતુ. ફુલપુરમાં પણ કોંગ્રેસ 1984માં ક્યારેય જીતી શકી નથી. ત્યારે રામ પૂજન પટેલ જીત્યા હતા. ત્યારબાદ 1989 અને 1991માં રામ પૂજન પટેલ જનતા દળની ટિકિટ પર જીત્યા હતા.

મિર્જાપુરઃ 35 વર્ષથી અહીં પણ કોંગ્રેસ જીતી શક્યું નથીઃ પ્રાકૃતિક સૌદર્ય માટે જાણીતા મિર્જાપુરમાં 1984માં કોંગ્રેસમાં ઉમાકાન્ત મિશ્રા જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ અહીંથી એકપણ વખત જીતી શક્યું નથી. આ દરમિયાન 8 ચૂંટણીઓમાં ત્રણ વખત સમાજવાદી પાર્ટી, બે વખત ભાજપ, એક વખત જનતા દળ, એક વખત બસપા જીતી છે. હાલમાં અપના દળની અનુપ્રિયા પટેલ અહીંથી સાંસદ છે.

ભદોહીઃ 2009માં આ બેઠક અસ્તિત્વમાં આવી, એક વખત બસપા અને એક વખત ભાજપનાં પડખે જીતઃ 2009માં પરિસીમન પછી આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અહીંથી 2009માં બસપાને જીત મળી જ્યારે 2014માં અહીંથી ભાજપાં વીરેન્દ્ર સિંહ જીત્યા હતા. ભદોહી લોરકસભા બેઠકમાં આવનારી પાંચ વિધાનસભાઓમાંથી ત્રણ પહેલા મિર્જાપુર અને બે ફુલપુર લોકસભામાં આવતી હતી. કોંગ્રેસ અહી પોતાનું ખાતુ ખોલવાની રાહ જોઈ રહ્યું છે.

વારાસણીઃ કોંગ્રેસ 35 વર્ષમાં અહીંથી ફક્ત એક વખત જીતીઃ વારાણસી લોકસભા બેઠક વડાપ્રધાન મોદીનાં કારણે વીવીઆઈપી બની છે. છેલ્લા 35 વર્ષોમાં અહીંથી કોંગ્રેસ ફક્ત એકવખત જ જીતી શકી છે. 1984 બાદ યોજાયેલી 8 લોકસભાની ચૂંટણીમાં 6 વખત આ બેઠક ભાજપના ખાતામાં આવી છે. 1989માં અહીં જનતા દળે જીત નોંધાવી હતી. ફક્ત એક વખત 2004માં કોંગ્રેસ જીત્યું હતુ. 2004માં કોંગ્રેસના રાજેશ કુમાર મિશ્રાએ ભાજપના શંકર પ્રસાદ જયસવાલને હરાવ્યા હતા.

મા વિંધ્યવાસિનીના દર્શન કરશે પ્રિયંકા: પ્રિયંકા મંગળવારે સીતામઢીથી યાત્રા શરૂ કરશે. સૌથી પહેલાં મઢહા ગામ (મિર્ઝાપુર) પહોંચશે. બપોરે મા વિંધ્યવાસિની મંદિર, કાલે ખોહ મંદિર અને અષ્ટભુજા મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યાંથી તેઓ કંતિત શરીફ મઝાર પર જશે જ્યાંથી હોડીમાં કચહરી ઘાટ માટે પ્રસ્થાન કરશે.

20 માર્ચે ચુનારમાં દરગાહ જશે: પ્રિયંકા હોડીથી ગંગા કિનારાના ગામોમાં ભ્રમણ કરતાં મંગળવારે સાંજે ભદોહીના ચુનારમાં શીતળા માતાના દર્શન કરશે. અહીં જ તેઓ રાત્રિ વિસામો કરશે. બીજા દિવસે એટલે કે 20 માર્ચે સવારે તેઓ દરગાહ ચુનાર, બુઢેનાથ મંદિર અને શીતળાધામ પહોંચશે. જે બાદ વારાણસી જવા નીકળશે, જ્યાં તેમની યાત્રા અસ્સી ઘાટ પહોંચશે. ત્રણ દિવસમાં તેઓ લગભગ 140 કિમી યાત્રા કરશે.

‘રાહુલને સત્તાનો શોખ નથી, તમારી ભલાઈ ઈચ્છે છે’: પ્રયાગરાજમાં ગંગા તટે સ્થિત પૌરાણિક સ્થળ સીતામઢી પહોંચ્યા બાદ પ્રિયંકાએ માછીમારો અને મહિલાઓ સાથે સંવાદ કર્યો. લોકશાહીમાં જનતાની તાકાત જણાવતાં અપીલ કરી કે દેશ અને બંધારણને બચાવવા માટે સમજી વિચારીને વોટ કરજો. પ્રિયંકાએ કહ્યું કે મેં અને મારા ભાઈએ ઘણો જ સંઘર્ષ જોયો છે. પિતા અને પરિવારના બલિદાનને જોયો છે. રાહુલને સત્તાનો શોખ નથી તે તમારી ભલાઈ ઈચ્છે છે.

છ લોકસભા સીટ પર કોંગ્રેસની નજરઃ વારાણસીથી પ્રયાગરાજ સુધી ગંગા પાંચ જિલ્લામાં વહે છે. આ જિલ્લાની છ લોકસભા સીટ પર પ્રિયંકાની નજર છે. 2009ની ચૂંટણીમાં અહીં કોંગ્રેસ ચોથા નંબરે રહી હતી. અહીં કોંગ્રેસના બૂથ સ્તરના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા ફુંકવા માટે પ્રિયંકાએ ગંગા યાત્રા શરૂ કરી છે. પ્રિયંકાની પ્રયાગરાજથી વારાણસીની આ ત્રણ દિવસની યાત્રા 20 માર્ચે સંપન્ન થશે. દેશના રાજકારણમાં ખાસ જગ્યા બનાવનાર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું ખાસ ફોકસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments