5 વર્ષમાં મોદીની પહેલી પ્રેસ કોન્ફરન્સ, શાહે 133 યોજનાઓને ગેમ ચેન્જર ગણાવી

0
35

નવી દિલ્હીઃ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રસંગે તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યાં હતા. ભાજપ અધ્યક્ષે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની એક વખત ફરી દેશમાં સરકાર બનવા જઈ રહી છે. તેઓએ કહ્યું કે સરકારનું કામ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યું છે.

શાહે વધુમાં કહ્યું કે આજે એક ઘણાં લાંબા, પરિશ્રમી, સફળ અને વિજયી ચૂંટણી અભિયાન પછી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છીએ. આઝાદી પછી જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ તેમાં આ વખતનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌથી મોટા ફલક પરનું હતું. મોદી સરકારને ફરીથી લાવવા માટે જનતાનો પરિશ્રમ સૌથી આગળ રહ્યો છે.

મોદી-શાહની પ્રેસ કોન્ફરન્સના સમયે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલે કહ્યું કે રાફેલના મુદ્દે મોદીએ મારી સાથે જાહેરમાં ચર્ચા કેમ ન કરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here