Thursday, October 21, 2021
Home5 વર્ષમાં સંસદમાં 296 દિવસ હાજર રહ્યાં લાલકૃષ્ણ અડવાણીજી, બોલ્યા માત્ર 365...
Array

5 વર્ષમાં સંસદમાં 296 દિવસ હાજર રહ્યાં લાલકૃષ્ણ અડવાણીજી, બોલ્યા માત્ર 365 શબ્દો

નવી દિલ્હી: ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીજી એક સમયે સંસદમાં પ્રખર પ્રવક્તા માનવામાં આવતા હતા. પરંતુ હવે ઘણો સમય જતો રહ્યો છે અને દુનિયા પણ સંપૂર્ણ પણે બદલાઈ ગઈ છે ત્યારે તેમનું સંસદમાં બોલવાનું સતત ઓછું થઈ રહ્યું છે. 15મી લોકસભા (2009-14)ની સરખામણીએ 16મી લોકસભા (2014-19)માં અડવાણીજીના બોલવાના શબ્દોમાં 99 ટકાનો ઘટાડો આવ્યો છે. સંસદમાં છેલ્લાં પાંચ વર્ષમાં અડવાણીજી 296 દિવસ હાજર રહ્યાં હતાં પરંતુ આ સમયમાં તેઓ માત્ર 365 શબ્દો જ બોલ્યા હતા.

8 ઓગસ્ટ 2012ની લોકસભામાં આસામમાં ઘૂસણખોરી અને રાજ્યમાં થતી જાતીય હિંસા વિશે સ્થગન પ્રસ્તાવ વિશે ચર્ચા ચાલતી હતી. ત્યારે ભાજપ તરફથી આ ચર્ચાનું નેતૃત્વ ભાજપના લોહ પુરુષ લાલકૃષ્ણ અડવાણીજીને આપવામાં આવ્યું હતું. તે દિવસે સંસદમાં ખૂબ હોબાળો થયો હતો અને આ સ્થગન પ્રસ્તાવ પર મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારની હાલત ખરાબ થઈ ગઈ હતી. ટ્રેઝરી બેન્ચ તરફથી સતત હોબાળો કરવામાં આવતો હોવા છતાં લાલકૃષ્ણ અડવાણી સતત બોલતા રહ્યા હતા અને તેઓ જે કહેવા માગતા હતા તે તેમણે કહી જ દીધું હતું. દશકાઓ સુધી રાજકારણમાં સક્રિય રીતે કામ કરનાર અડવાણીજી માટે આ કોઈ નવી વાત નહતી. તે એક જ દિવસમાં અડવાણીજીના ભાષણમાં 4,957 શબ્દો સામેલ હતા. તેમના આ ભાષણમાં 50 વખત વિરોધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

હવે વાત 8 જાન્યુઆરી 2019ની છે. આ દિવસે પણ લોકસભામાં ફરી એક વખત હોબાળો થયો હતો. નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી એનડીએ સરકારે ગૃહમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ બિલ સંસદમાં પસાર થયું તો તેની આસામના સામાજિક-રાજકીય જીવન પર ખરાબ અસર થશે. જે દિવસે લોકસભામાં આ બિલ રજૂ થયું તે દિવસે ઘણો હોબાળો થયો હતો. તે દિવસે અડવાણીજી પણ ગૃહમાં હાજર હતાં. પરંતુ આટલુ મહત્વનું બિલ હોવા છતા તેઓ ગૃહમાં એક શબ્દ પણ બોલ્યા નહતા.

આમ 10 વર્ષમાં ભાજપના લોહ પુરુષ અડવાણીજી માટે દુનિયા સંપૂર્ણ પણે બદલાઈ ગઈ હતી. ઘણી વેબસાઈટ્સ પર સાંસદોના કામકાજના લેખા-જોખા હતા. આ સમગ્ર રિપોર્ટથી ખ્યાલ આવે છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં અડવાણીજી માત્ર 365 શબ્દો જ બોલ્યા હતા. આ પહેલાની એટલે કે 15મી લોકસભામાં અડવાણીજી 42 વખત ચર્ચા અને અન્ય કાર્યવાહીમાં ભાગ લીધો હતો અને અંદાજે 35,926 શબ્દો બોલ્યા હતા.

91 વર્ષના લાલકૃષ્ણ અડવાણીજી ભલે ખરાબ સ્વાસ્થયના કારણે જાહેર કાર્યક્રમોમાં ઓછા દેખાતા હોય પરંતુ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સંસદમાં તેમની હાજરી નોંધપાત્ર જોવા મળી છે. સંસદમાં કામકાજ દરમિયાન તેઓ 92 ટકા સમય હાજર રહ્યા છે, જે અન્ય સાંસદોની સરખામણીએ ખૂબ સારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments