Friday, March 29, 2024
Home5 એપ્રિલે રિલીઝ નહીં થાય 'પીએમ નરેન્દ્ર મોદી', બીજી વાર રિલીઝ ડેટ...
Array

5 એપ્રિલે રિલીઝ નહીં થાય ‘પીએમ નરેન્દ્ર મોદી’, બીજી વાર રિલીઝ ડેટ પાછળ ધકેલાઈ

- Advertisement -

બોલિવૂડ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ શરૂઆતથી જ ચર્ચામાં છે. હવે તેની રિલીઝ પણ ઘોંચમાં પડી છે. અગાઉ આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ દેશમાં ચૂંટણીને લઇને આચારસંહિતા ચાલી રહી હોવાથી વિપક્ષોએ આ ફિલ્મની રિલીઝને આચારસંહિતાનો ભંગ ગણાવીને તેના પર રોક લગાવવાની માગ કરી હતી.

શરૂઆતમાં આ ફિલ્મની રિલીઝ ડેટ 12 એપ્રિલ જાહેર કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણીના દિવસોને ધ્યાનમાં રાખીને આ રિલીઝ ડેટ એક અઠવાડિયું વહેલી એટલે કે 5 એપ્રિલ કરી દેવામાં આવી હતી. જ્યારે હવે ફરી એકવાર આ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલાઈ હોવાના વાવડ આવી રહ્યા છે. ફિલ્મ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે હવે આ ફિલ્મ પહેલાં ચરણનું મજદાન શરૂ થયા બાદ 11 કે 12 એપ્રિલે રિલીઝ થશે. સિનિયર ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ કન્ફર્મ કર્યું છે કે, ફિલ્મની રિલીઝ એક અઠવાડિયું પાછળ ધકેલી દેવાઈ છે.

ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ પર રાજકીય દળો કોંગ્રેસ, ડીએમકે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા વિરોધ જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મની રિલીઝ 19 મે સુધી લંબાવવામાં આવે એવી ડિમાન્ડ ચૂંટણી કમિશનને 25 માર્ચના રોજ કરી હતી. જોકે, દિલ્હી હાઇકોર્ટ અને મુંબઈ હાઇકોર્ટે આ બાયોપિકની રિલીઝ રોકવાની અપીલ રદ કરી દીધી છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ કરવી કે તેના પર રોક લગાવી દેવી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) નક્કી કરે છે. તો હવે જોવું એ રહ્યું કે આ ફિલ્મ ખરેખર ક્યારે રિલીઝ થાય છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular