Monday, December 5, 2022
Homeગુજરાતવલસાડના નાના પોંઢાના ભગતના અપહરણ મામલાનાં 5 આરોપીઓ ઝડપાયા

વલસાડના નાના પોંઢાના ભગતના અપહરણ મામલાનાં 5 આરોપીઓ ઝડપાયા

- Advertisement -

વલસાડ જીલ્લાના નાનાપોંઢા પો.સ્ટે. હદ વિસ્તારમાં ગઇ તા.20મી સપ્ટેમ્બરના રોજ સવારમાં વાપી નાનાપોંઢા રોડ, કાકડકોપર ખાતે ચાની લારી ઉપરથી કાકડકોપર ગામના રહીશ રીતેશભાઇ ઉર્ફે ભગતનું એક વગર નંબરની ઇકો કારમાં આવેલ 5 અજાણ્યા ઇસમોએ અપહરણ કરી વાપી તરફ ભાગી ગયા હોવાની ઘટના બની હતી. અને મોડી સાંજે ઇસમને ભિલાડ નજીક અવારું જગ્યામાં ભોગ બનનાર વ્યક્તિને મૂકી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ નાનાપોઢા પોલીસની ટીમને ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢાના કાકડકોપર ગામમાં રહેતા અને મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી ગુજરાન ચલાવતા ભગત રીતેશ બાબુભાઇ અંધેરનું મંગળવારે નાનાપોંઢા-વાપી હાઇવે ઉપરથી 4 ઇસમોએ ઇકો કારમાં અપહરણ કરી લઈ જતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પૂજારી સવારે ઘરેથી ચા પીવા માટે નીકળ્યા હતા ત્યારે કાકડકોપર ગામે વિમલ ગુટખા ફેકટરીની સામે પોતાની કાર નંબર GJ-15-CB-5869 માંથી ઉતર્યા તે દરમિયાન 4થી 5 અજાણ્યા બુકાનીધારી ઈસમોએ રિતેશભાઈ બાબુભાઈ અંધેરને ધક્કો મારી જમીન પર પાડી દઈ તેને ઊંચકીને ફિલ્મી ઢબે ઇકો કારમા અપહરણ કરી લઈ ગયા હતાં.

અપહ્યત પૂજારી રીતેશભાઈનું અપહરણ કરનારા બુકાનીધારીઓ તેને ઉમરગામ તાલુકાના કરમબેલા ગામ ખાતે લાવ્યા હતાં. જ્યાં તેને ઢીકામુક્કીનો માર મારી ઇજાગ્રસ્ત કરી ભાગી છૂટ્યા હતાં. ઘટના અંગે પૂજારીના પત્નીને જાણકારી મળતા તેમણે નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને લઈ નાનાપોઢા કપરાડા પોલીસ સ્ટેશનમાં ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. આજુબાજુના વિસ્તારમાં પોલીસે બાતમીદારોની એલર્ટ કરી શકમંદ ઇસમોની બાતમી મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ LCB, SOGની ટીમે બાતમીદારો અને ખાનગી અને સરકારી CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. વલસાડ LCB અને SOGની ટીમે બાતમીદારોની મદદ વડે શકમંદ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી હતી. કેસમાં રૂપિયાની લાલચમાં આવીને રિતેશનું અપહરણ થયી હોવાનું સામે આવ્યું હતું. રિતેશનું અગાવ પણ અપહરણ થયું હતું. ત્યારે સમાધાન કરાવવા ગયેલા વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓને રૂપિયાની જરૂરત ઉભી થતા રીતેશનું અપહરણ કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular