અમદાવાદ : ઘાતક હથિયારો સાથે ઝડપાયા 5 શખ્સ, લૂંટ-અપહરણની ઘટનાને આપવાના હતાં અંજામ

0
0

વેપારીનું અપહરણ કરી 50 કરોડની લૂંટ ચલાવવાના ઇરાદાને ક્રાઇમ બ્રાન્ચે નાકામ કર્યો

અમદાવાદ શહેરમાં ઘાતક હથિયારો સાથે પાંચ શખ્સો ઝડપાયા છે. કારમાં હથિયારો સંતાડીને જઇ રહ્યા હતા. પોલીસે હથિયારો, કાર અને મોબાઇલ સહીત 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા શખ્સો અપહરણ લૂંટ જેવી ઘટનાને અંજામ આપવાના હતા જોકે તે પહેલા પોલીસે તેમનો ઇરાદો નાકામ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કાર ભરીને જઈ રહ્યા છે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ને અજામ આપવાની ફિરાકમાં છે.

બાતમી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે રિંગ રોડ પર આગોરા મોલની પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે શંકાસ્પદ કારને પોલીસે અટકાવી હતી. જેમાં તપાસ કરતા ઘાતક હથિયારો મળી આવ્યા હતા.

પોલીસે સરખેજના આરીફ શેખ, ગોળલિમડાના મહોમદ જાવેદ બાંધણી વાલા, સાબરમતી છારા નગરના રાજેશ ઉર્ફે રાજુ રાઠોડ અને વિક્કી જાડેજા, દાણીલીમડા ના ફેઝાન ઉર્ફે મોલાના મેમણની અટકાયત કરી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓએ વાપીના અલ્તાફ મન્સૂરી પાસેથી ટીપ મેળવી હતી. ત્યાંના નામચીન અને કન્સ્ટ્રકશન ના વેપાર સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરી 50 કરોડ થી વધુ રકમ લૂંટી અને ખંડણી માંગવા નું આયોજન આરોપીઓનું હતું. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી લૂંટ, અપહરણ અને ખંડણી નો ગુનો બને તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી એક પીસ્ટલ, પાંચ જીવતા કારતુસ, છરા, ટોલટેક્સની પહોંચ અને બે ગાડી મળી 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here