Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

સુરત. સિવિલ હોસ્પિટલમાંથી 4 દિવસમાં 5 મૃતદેહ શરીર પર કાપ મુક્યા વિના એટલે કે પોસ્ટમોર્ટમ વિના અપાયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ની માર્ગદર્શિકા મુજબ મૃતદેહ આપવામાં આવ્યા છે. ડો. ઓમકાર ચૌધરીએ 4 દિવસની પોસ્ટમોર્ટમ ડ્યુટીમાં નિયમોનું પાલન કરી દેશહિત અને સમાજહિતની કામગીરીનું જીવતું ઉદાહરણ બન્યા છે.

ICMRની માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી

ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ગુનો ન બનતો હોય તો આ મહામારીના સમયમાં મૃતદેહ પર કાપ મુક્યા વગર નિયમ મુજબ મૃતદેહ આપી શકાય છે. બસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નિયમો મુજબ તપાસ કરી કામગીરી કરવાની હોય છે. ખટોદરા 1, પાંડેસરા 1, જહાંગીરપુરામાં 1 અને ઉમરા પોલીસના 2 મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર અપાયા છે. કોરોનાની મહામારીને લઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જેમાં મૃતદેહ નિવારણમાં ડોક્ટર્સ, મુર્દાઘરના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકોમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાશે. કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલ તથા સારવાર દરમિયાન મૃત્યુનો કોઇપણ કેસ બિન એમએલસી છે અને એમાં પોસ્ટમોર્ટમ કરવાની જરુર નથી હોતી, આ માટે મૃત્યુ પ્રમાણપત્ર સારવાર કરી રહેલા તબીબ આપશે. અકસ્માત કે આત્મહત્યાના કેસમાં થતા મોતમાં પણ મૃતક કોરોનાગ્રસ્ત હોય તો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સાથે સારવાર રેકોર્ડ અને અન્ય તમામ સંબંધિત દસ્તાવેજો મોકલવા ફરજીયાત છે. આવા કેસમાં તપાસ પછી કોઈ ગુનો થયાની શંકા ન હોય તો પોલીસ પણ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા રદ કરવાનો અધિકાર ધરાવે છે.

આપઘાતના કેસના મૃતદેહો પોસ્ટમોર્ટમ વિના અપાયા

ICMRની માર્ગદર્શિકા પ્રમાણે, પોલીસ તપાસ અધિકારી અને મૃતકના સગાવાળાના લેખિત નિવેદન બાદ મૃતદેહ અપાયા છે. જેથી કોરોનાની મહામારી બાદ 65 દિવસમાં પહેલીવાર સિવિલ હોસ્પિટલની પોસ્ટમોર્ટમ કામગીરીથી મૃતકના પરિવાર અને પોલીસ બન્ને ખુશ છે. આજે સિવિલ હોસ્પિટલમાંથી બે મૃતદેહ પોસ્ટમોર્ટમ વિના આપવામાં આવ્યા છે. જેમાં બંને આપઘાતના કેસ છે.

આજે પોસ્ટમોર્ટમ વિના અપાયેલા મૃતદેહ

  • જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી માધવ રેસિડેન્સીમાં રહેતો 24 વર્ષીય વિશાલ દિનેશભાઈ પટેલે ગત રોજ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેનું આજે સવારે મોત થયું છે.
  • વેસુ વિસ્તારમાં આવેલા કુંભાર ફળીયામાં રહેતો 32 વર્ષીય સંદીપ નવીનભાઈ પટેલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાતનું કોઈ કારણ બહાર આવ્યું નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments