રાજકોટ : ભાવનગરમાં 5 કેસ નોંધાયા, રોલીંગ મિલના માલિક કુમાર વોરાના 3 પરિવારજનો અને પાલીતાણામાં દંપતીને પોઝિટિવ રિપોર્ટ

0
7

રાજકોટ. ભાવનગરમાં મોડી રાત્રે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના ગીતા ચોકમાં રહેતા અને સિહોર નજીક રોલીંગ મિલ ધરાવતા કુમાર વોરાનો થોડા દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેના પરિવારજનોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા. જેમાં ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોના પોઝિટિવ કેસમાં આનંદ નિલેશ વોરા (ઉ.વ.18), આંગી કુમાર વોરા (ઉ.વ.13) અને આગમ નિલેશ વોરા (ઉ.વ.18)નો સમાવેશ થાય છે. જ્યારે પાલીતાણમાં પહેલીવાર દંપતીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચંદુભાઇ નરોત્તમભાઇ સોરઢીયા (ઉ.વ.65) અને ભાદાબેન ચંદુભાઇ સોરઢીયા (ઉ.વ.58)નો સમાવેશ થાય છે.

આ દંપતીને આરોગ્ય સર્વેલન્સ ટીમ દ્વારા કોરોના શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લીધા હતા. પરંતુ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાત્રે જ બંનેને 108 મારફત ભાવનગર સર ટી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમા ખસેડવામાં આવ્યા છે.  નવા પાંચ કેસ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 81 થઇ છે. આ અંગે ભાવનગર મનપાના કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપી છે.

કારખાનેદારો એકત્ર થઇ યુનિટ શરૂ કરવા માંગ કરી 

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં કારખાનેદારો પોતાના યુનિટ શરૂ કરવાની માંગ સાથે ભેગા થયા હતા.જંગલેશ્વર વિસ્તારથી દૂર હોવા છતાં મંજૂરી મળતી નથી. શ્રમિકોને સમયસર પગાર ચુકવવામાં આવે છે. તમામ કારખાનેદાર દ્વારા  કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા છતાં ધ્યાન નથી આપવામાં આવતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તંત્ર ધ્યાન નથી આપતું ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

રાજકોટમાં 138 સેમ્પલ લેવામાં આવ્યા

રાજકોટમાં 138 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 101 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે જ્યારે 37ના રિપોર્ટ આવવાના બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here