સળંગ 5 દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં સેટલ, રૂપિયો ફરી 75ને પાર

0
12

સળંગ 5 દિવસની તેજી બાદ આજે બુધવારે ઘરેલુ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અંતિમ સેશનમાં બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 345 અંક અથવા 0.94 ટકા પટકાઈને 36,329 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 93.90 પોઈન્ટ અથવા 0.87 ટકા ગગડીને 10,705 નજીક બંધ આવ્યા છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ આજે 43 અંક ઘટીને 22,584 નજીક સેટલ થયો છે. ઉપરાંત બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ અનુક્રમે 0.39 ટકા અને 0.43 ટકા ઘટાડા સાથે બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ, ટેક, ઓટો અને એનર્જી સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી છે. જ્યારે મેટલ અને FMCG સેક્ટર વધીને બંધ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે અંતિમ સેશનમાં લગભગ 1225 સ્ક્રિપ્ટ્સમાં તેજી જ્યારે 1492 સ્ક્રિપ્ટ્સમાં મંદી જોવા મળી છે. ઉપરાંત 159 સ્ક્રિપ્ટ ફેરફાર વગર રહી છે.
ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડ્યો:

 

ફોરેક્સ માર્કેટની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડ્યો છે અને 75.02 પર બંધ આવ્યો છે. આ પહેલા શરૂઆતી સેશનમાં રૂપિયો ડોલર સામે 74.88 પર ખુલ્યો હતો. જ્યારે મંગળવારે 74.93 પર બંધ આવ્યો હતો. દેશમાં કોવિડ-19ના સતત વધી રહ્યા કેસના કારણે રોકાણકારોમાં ફરી ચિંતા સેવાઈ છે. જ્યારે બીજી તરફ ભારત-ચીન વિવાદ અને ગ્લોબલ સંકેતોને લઈ રોકાણકારો મૂંઝવણમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here