રાજકોટ : 24 કલાકમાં 5ના મોત, કોરોના કેસની સંખ્યા 8375 પર પહોંચી, 544 દર્દી સારવાર હેઠળ

0
0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 દર્દીના મોત નીપજ્યાં છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 8375 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 544 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે 71 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં ધનતેરસના દિવસે થતી આતશબાજી રદ કરાઈ

રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કાર્યક્રમમાં સૌથી વધુ લોકો ઊમટી પડે છે તેવો ધનતેરસના દિવસે યોજાતા આતશબાજીનો કાર્યક્રમ કોરોનાના કારણે યોજાશે નહીં. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ મનપાએ બજેટમાં દિવાળી કાર્નિવલની જાહેરાત કરી હતી, પરંતુ આ દિવાળી કાર્નિવલ પણ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી થઇ શકે તેમ ન હોવાનું મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

નવ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

રાજકોટ મનપાએ વધુ નવ વિસ્તારને માઇક્રો કન્ટેનઇમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભગવતીપરા મેઇન રોડ ઓમનગર, નવયુગપરા દૂધસાગર મેઇન રોડ, આંબેડકરનગર મેઇન રોડ ગોંડલ રોડ, આર્યનગર, સોમનાથ સોસાયટી રૈયારોડ, અલ્કાપુરી સોસાયટી કુવાડવા મેઇન રોડ, ન્યૂ સાગર સોસાયટી કોઠારિયા મેઇન રોડ અને ગવલીવાડ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. જેના પગલે રાજકોટ શહેરમાં હાલ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ 47 વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here