રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12,379 પર પહોંચી, 815 દર્દી સારવાર હેઠળ

0
11

રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 હજાર 379 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 815 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 105 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 139 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

ખાલી બેડની સંખ્યા 2013…
રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. પણ છેલ્લા એક સપ્તાહથી કેસમાં સ્થિરતા જોવા મળી રહી છે. તેવામાં ખાલી બેડની સંખ્યા કે જે એક તબક્કે 1800એ પહોંચી હતી તે ફરી 2013 થતા ચિત્ર સુધરી રહ્યું હોવાની આશા જાગી છે. રાજકોટમાં 2600માંથી 2013 કોવિડ બેડ સારવાર માટે ઉપલબ્ધ છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 18277 થઈ…
નવા કેસ આવવા મામલે હવે સ્થિરતા જોવા મળી રહી છે પણ હોસ્પિટલાઈઝેશન વધુ હોવાથી ગંભીર દર્દીઓની સંખ્યા અને મૃતાંક ચિંતા જગાવે છે. પણ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘટતા તેમજ ડિસ્ચાર્જની સંખ્યા વધતા કોરોનામાંથી રાહત મળી રહી હોવાનો અહેસાસ ફરી ઊભો થયો છે. હાલ રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 18277 થઈ છે.

રાજકોટમાં 61 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર…
રાજકોટમાં હરિધામ સોસાયટી રૈયા રોડ, ગાયત્રીનગર 150 ફૂટ રીંગ રોડ, મનહર સોસાયટી નાના મૌવા રોડ, સુરભી રેસીડન્સી કોઠારિયા રોડ, ન્યુ જાગનાથ પ્લોટ, જ્ઞાનજીવન સોસાયટી રૈયા રોડ, ભગવતી પરા, શ્રમજીવી સોસાયટી ગોંડલ રોડ, હરિનગર યુનિવર્સિટી રોડ સહિત 61 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here