ગુમ થયેલા 5 અરુણાચલના યુવાનોને ચીને પરત સોંપ્યાં !!!

0
0

લગભગ 10 દિવસ બાદ અરુણાચલ પ્રદેશમાંથી 5 ગુમ થયેલા યુવાનોને ચીને પરત ભારતને સોંપ્યા છે. અરૂણાચલ પ્રદેશના સુબનસિતી જિલ્લાના પાંચ યુવક જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યાંથી તે ગુમ થઇ ગયા. પછી પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ તેમનું અપહરણ કરી લીધું છે.

કેન્દ્રીય મંત્રી રિજિજૂએ ટ્વીટ કરી જણાવ્યું ‘ભારતીય સેના તરફથી મોકલવામાં આવેલા હોટલાઇન સંદેશ પર ચીનની પીએલએએ જવાબ આપ્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે અરૂણાચલ પ્રદેશથી ગુમ યુવક તેમની તરફ મળી આવ્યા છે. તેમને અધિકારીઓને સોંપવાની આગળની ઔપચારિકતાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.

સેનાના સુત્રો મુજબ આ તમામ યુવકોને પરત સોપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ યુવકોના પરિવારજનોએ જણાવ્યું કે ચીની સેના દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. જે પછી તેમણે સરકારી સહાય માંગી હતી. અને કોંગ્રેસના એક નેતાએ પણ આ જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી. ગુમ થયેલા લોકોમાંથી બે લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. અને તેમણે સ્થાનિક પોલીસ અને પછી સેનાને આ અંગે જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here