ગુજરાત : કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ, 4 દિવસમાં કુલ 18 કેસ, સંપર્કમાં આવ્યા હોવાની લોકોને જાણ થાય તે માટે તમામના નામ જાહેર થશે

0
17

અમદાવાદઃ રાજ્યમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે અમદાવાદમાં 7,  ગાંધીનગર-3 , કચ્છ-1 ,વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે. આ નામ જાહેર કરવાને કારણે તેમની આસપાસમાં રહેતા અને સંપર્કમાં આવેલા લોકોને જાણ થશે. જેથી તેઓ સામેથી સરકારી હોસ્પિટલમાં આવે અને ટેસ્ટ કરાવે. આ પ્રકારના લોકોને તાત્કાલિક સારવાર મળે અને બીજાને ચેપ ન લાગે અને વ્યાપ અટકાવવા માટે નિર્ણય લેવાશે.

273માંથી 18 પોઝિટિવ, 253 નેગેટિવ અને બેના રિપોર્ટ બાકી

રાજ્યમાંથી કુલ 273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. તેમજ બેના રિપોર્ટ આવવાના બાકી છે. આ 18 પોઝિટિવ કેસમાં 11 દર્દીઓ વિદેશથી ગુજરાત આવ્યા છે. હવે નવા પેસેન્જર વિદેશથી હવે આવશે નહિં. જ્યારે 6000ને લક્ષણ જણાયા નથી.

ક્વોરેન્ટાઈનમાંથી સર્ટિફિકેટ વિના બહાર નીકળ્યા તો પોલીસ ફરિયાદ અને જેલ

સરકારી કે ઘરમાં ક્વોરોન્ટાઇનમાં હોય તેઓએ ઓછામાં ઓછા 14 દિવસ રહેવું અને જ્યાં સુધી ડોક્ટરો સ્વસ્થની સૂચના ન આપી ત્યાં સુધી બહાર નીકળવું નહીં. હાલ લોકો ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રહે છે. આ લોકોને ઘર બહાર ન નીકળવા સૂચના આપી છે. ગાંધીનગરમાં લોકો 2 સરકારી ક્વોરેન્ટાઇનમાં છે. શરૂઆતમાં એરપોર્ટ પર ગુજરાતમાં આવેલા હતા, તેઓને ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે કહ્યું હતું. જેમાંથી 93 લોકોએ ક્વોરેન્ટાઇનનો ભંગ કર્યો હતો. જેથી તેઓને ફરીથી ક્વોરેન્ટાઇનમાં મુકવામાં આવ્યા છે. હવે જે પણ ક્વોરેન્ટાઇનમાં 14 દિવસ રહીને સર્ટિફિકેટ વગર બહાર નીકળશે તો તેમની સામે પોલીસ ફરિયાદ કરી જેલમાં મોકલવામાં આવશે. આ લોકોને ફરજીયાત 14 દિવસ સરકારી ક્વોરેન્ટાઇનમાં રાખીશું. સરકારી ક્વોરોન્ટાઇનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ક્વોરેન્ટાઈનનો સહેજ પણ નિયમ ભંગ થશે તો જેલમાં જવું પડશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે જનતા કરફયુને દેશે આવકાર્યો છે અને દેશમાં તમામ કામગીરી બંધ છે. દુકાનો, બજારો, અવરજવર,વાહનવ્યવહાર બંધ છે.કોરોના વાયરસની ચેઇન તોડવા ઘરમાં રહી અને બહાર જવાનું ટાળી સહયોગ આપ્યો છે. રાજ્યની જનતાનો કરફ્યુ માટે આભાર માનું છું. આજે દેશ થંભી ગયો છે, જીવન સ્થગિત થઈ ગયું છે અને આવનારું જીવન ભયમુક્ત બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here