છત્તીસગઢ : સુરક્ષા દળોની મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 5 નક્સલી ઠાર

0
27

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં પાંચ નક્સલીઓ ઠાર મરાયા છે. એન્કાઉન્ટરમાં ડીઆરજીને બે જવાન ઘાયલ થયા છે. બીજી તરફ, કેટલાક અન્ય નક્સલી માર્યા ગયા હોવાના કે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસ્તર આઈજી વિવેકાનંદ સિન્હાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. હાલ બંને તરફથી ફાયરિંગ બંધ થઈ ગયું છે. જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

મળતી જાણકારી મુજબ, ઓરછા-ગુમરકાના જંગલમાં સુરક્ષા દળોના જવાન અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોને નક્સલીઓની ઉપસ્થિતિની માહિતી મળી હતી. નક્સલી મૂવમેન્ટની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળના જવાન ઓપરેશન માટે રવાના થયા.

ઓરછા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. મોરચો સંભાળતા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. સૂત્રોથી મળતી માહિતી મુજબ, સુરક્ષા દળના જવાનો નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા એમ્બુશમાં ફસાયા હોવાના પણ અહેવાલ રહી રહ્યા છે.

અહેવાલો મુજબ, સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે લગભગ એક કલાક સુધી સતત ફાયરિંગ થતું રહ્યું. એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા નક્સલીઓના શબોને જપ્‍ત પણ કરી દીધા છે. હાલ જવાનો વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here