Friday, March 29, 2024
Homeવેલકમ રાફેલ : ફ્રાન્સથી આવી રહ્યા છે 5 રાફેલ યુદ્ધવિમાન, 7 હજાર...
Array

વેલકમ રાફેલ : ફ્રાન્સથી આવી રહ્યા છે 5 રાફેલ યુદ્ધવિમાન, 7 હજાર કિમીનું અંતર કાપશે, હવામાં જ ફ્યુઅલ ભરશે, માત્ર UAEમાં રોકાણ

- Advertisement -

નવી દિલ્હી. ​​​​​​ભારતીય વાયુસેનાની શક્તમાં વધારો થશે. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી 5 રાફેલ ફાઈટર વિમાનનો પહેલો જથ્થો રવાના થઈ ચુક્યો છે. 7 કિમીનું અંતર કાપીને તે બુધવારે ભારત પહોંચશે. રીફિલિંગ માટે માત્ર UAEમાં જ રોકાશે. આ મલ્ટી રોલ ફાઈટર જેટ્સ ભારતીય સેનામાં સામેલ થવાથી સેનાના શક્તિમાં ઘણો વધારો થશે.
કોરોના મહામારીના કારણે રાફેલ વિમાનીની ડિલિવરી મોડી થઈ છે. ડિસેમ્બર 2021માં તેનો અંતિમ જથ્થો મળે તેવી આશા છે.

રવાના થતી વખતે ભારતીય રાજદૂત હાજર રહ્યા

રાફેલ ફાઈટર જેટના રવાના થતી વખતે ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ મેરિનેક એરબેઝ પર હાજર રહ્યા હતા.તેમણે પાયલટની મુલાકાત કરી. તેમણે રાફેલ ઉડાવનારા પહેલા ભારતીય પાયલટ્સને શુભેચ્છાઓ પાઠવી.

અંબાલામાં તહેનાત થશે

પાંચ રાફેલ અંબાલામાં તહેનાત કરાશે. અહીંયા તહેનાત કરવાથી પશ્વિમ સરહદ પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપથી એક્શન લેવાશે. રસપ્રદ વાત તો એ પણ છે કે અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિમી દૂર છે. અંબાલામાં 17મી સ્ક્વાડ્રન ગોલ્ડન એરોજ રાફેલની પહેલી સ્ક્વાડ્રન હશે. મિરાજ 2000 જ્યારે ભારત આવ્યું હતું ત્યારે ઘણી જગ્યાએ રોકાયું હતું. પણ રાફેલ એક સ્પોટ પછી સીધું અંબાલા એરબેઝ પર ઉતરશે.

રાફેલ પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે

રાફેલ ડીએચ(ટૂ-સીટર) અને રાફેલ ઈએચ(સિંગલ સીટર), બન્ને ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સીમે સ્ટીલ્થ કેપેબિલિટીઝ સાથે ચોથી જનરેશનના ફાઈટર જેટ છે. આ જેટથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે. આ ફાઈટર જેટને રડાર ક્રોસ-સેક્શન અને ઈન્ફ્રા-રેડ-સિગ્નેચર સાથે ડિઝાઈન કરાયું છે. જેમાં ગ્લાસ કોકપિટ છે. આ સાથે જ એક કોમ્યુટર સિસ્ટમ પણ છે, જે પાયલટને કમાંડ અને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

જેમાં શક્તિશાળી M88 એન્જિન લાગેલું છે. રાફેલમાં એક એડવાન્સ એવિયોનિક્સ સૂટ પણ છે. જેમાં લાગેલા રડાર, ઈલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેલ્ફ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનો ખર્ચ આખા વિમાનની કુલ કિંમતના 30%છે. આ જેટમાં RBE 2AA એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કૈન્ડ એરે(AESA)રડાર લાગેલા છે, જે લો-ઓબ્ઝર્વેશન ટાર્ગેટને ઓળખવામાં મદદ કરે છે.

100 કિમીના વિસ્તારમાં પણ ટાર્ગેટને શોધી શકે છે

રાફેલ સિંથેટિક અપરચર રડાર(SAR) પણ છે, જે સરળતાથી જામ ન થઈ શકે. જ્યારે આમા લાગેલું સ્પેક્ટ્રા લાંબા અંતરના ટાર્ગેટને પણ ઓળખી શકે છે. આ બધા સિવાય કોઈ પણ જોખમની સ્થિતિમાં તેમાં લાગેલું રડાર વોર્નિંગ રિસીવર, લેજર વોર્નિંગ અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ એલર્ટ થઈ જાય છે અને રડારને જામ થતા બચાવે છે. આ ઉપરાંત રાફેલની રડાર સિસ્ટમ 100 કિમીના વિસ્તારમાં પણ ટાર્ગેટને શોધી શકે છે. રાફેલમાં આધુનિક હથિયાર પણ છે. જેમ કે આમા 125 રાઉન્ડ સાથે 30MMની કેનન છે. જે એક વખતમાં સાડા 9 હજાર કિલોનો સામાન લઈ જઈ શકે છે.

વિમાનોને પાવરફુલ બનાવાઈ રહ્યા છે

રાફેલ ફાઈટર જેટને વધુ શક્તિશાળી બનાવાઈ રહ્યા છે. વાયુસેના તેને હેમર મિસાઈલથી સજ્જ કરાવી રહી છે. જેના માટે ઈમરજન્સી ઓર્ડર કરાયા હતા. વાયુસેનાની જરૂરને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના અધિકારીઓએ કોઈ બીજા માટે તૈયાર કરાયેલા સ્ટોકમાંથી ભારતને હેમર આપવાનો નિર્ણય કર્યો હતો. હેમર(હાઈલી એજાઈલ મોડ્યૂલર મ્યૂનિશન એક્સટેન્ડેડ રેન્જ)મીડિયમ રેન્જ મિસાઈલ છે, જેને ફ્રાન્સની વાયુસેના અને નેવી માટે બનાવાઈ હતી.આ આકાશમાંથી જમીન પર પ્રહાર કરે છે. હેમર લદ્દાખ જેવા પહાડી વિસ્તારમાં પણ સૌથી મજબૂત શેલ્ટર અને બંકરોને નષ્ટ કરી શકે છે.

રાફેલ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી સજ્જ છે

રાફેલ ફાઈટર જેટ્સ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી સજ્જ છે. મીટિયર વિજુઅલ રેન્જની પેલે પાર પણ પોતાનો ટાર્ગેટ હિટ કરનારી અત્યાધુનિક મિસાઈલ છે. તે તેની આ ખાસિયત માટે આખી દુનિયામાં જાણીતી છે. સ્કાલ્પ લગભગ 300 કિમી સુધી તેના ટાર્ગેટ પર ચોક્કસ નિશાન લગાવીને તેને નષ્ટ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular