Friday, April 19, 2024
Homeબ્રેડને લાંબો સમય તાજી રાખવા અને ફૂગથી બચાવવાની 5 ટ્રીક
Array

બ્રેડને લાંબો સમય તાજી રાખવા અને ફૂગથી બચાવવાની 5 ટ્રીક

- Advertisement -

બ્રેડ હોય કે પછી કોઈ પણ પ્રકારને બૅકરી પ્રોડક્ટ, ગરમીમાં તેમાં ઝડપથી ફૂગ આવી જાય છે અને વરસાદી વાતાવરણમાં હવામાં વધુ પડતા ભેજના કારણે તેને તાજી રાખવી એ થોડી મુશ્કેલ જણાય છે. જેથી આ પ્રકારનું વાતાવરણ બ્રેડમાં ફૂગ પેદા કરવા માટે પૂરતું હોય છે. ત્યારે આવો આપને જણાવીએ કે બ્રેડને લાંબા સમય માટે તાજી કેવી રીતે રાખી શકાય..

  • બને ત્યાં સુધી વ્હાઈટ બ્રેડ એટલે કે મેંદાની બ્રેડની જગ્યાએ ઘઉંમાંથી બનેલી એટલે કે વ્હીટ બ્રેડ લાવવાનો આગ્રહ રાખો. વ્હીટ બ્રેડ આપણા સ્વાસ્થ્ય માટે સારી પણ હોય છે સાથે તેમાં વ્હાઇટ બ્રેડની સરખામણીએ ફૂગ જલ્દી નથી લાગતી.
  • બ્રેડને ને ક્યારેય તમારા ભીના હાથે ન અડશો. હંમેશા બ્રેડને સૂકી જ રાખો. સાથે બ્રેડ જે પેકેટમાં લાવ્યા હોય તે જ પેકેટમાં રાખો.
  • બ્રેડનું પેકેટ ખોલ્યા બાદ તેને વધુ લાંબા સમય સુધી ક્યારેય બહાર ન રાખો. બાકીની અન્ય સીઝનમાં તમે બ્રેડને બ્રેડ બાસ્કેટમાં કાઢીને બહાર રાખી શકો છો. હંમેશા એ જ બ્રેડ બાસ્કેટ ખરીદો જે ધાતુ, લાકડા કે માટીના મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું હોય કારણ કે આનાથી બ્રેડ ભેજથી દૂર રહે છે.
  • જ્યારે પણ તમે તાજી બ્રેડ ખરીદીને ઘરે લાવો ત્યારે તેને કોઇ ઘાટ્ટા રંગવાળી જગ્યાએ બહાર જ એડલે કે રૂમ ટેમ્પરેચર પર જ રાખો.
  • જો એક સમયે ખાઈ લીધા બાદ જે બ્રેડ વધે તેને ફ્રીઝ મૂકી દો. હા, પણ એ વાતમાં પણ શંકાને કોઈ સ્થઆન નથી કે બ્રેડને ફ્રીઝમાં મૂકવાથી તેનો સ્વાદ તથા ભેજ જતો રહે છે. તેથી બ્રેડને તમે કોઇ ફોઇલ પેપરમાં રેપ કરીને મૂકો જેનાથી તેનો ભેજ જળવાઇ રહે અને તેને ફૂગથી પણ બચાવી શકાય.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular