Wednesday, December 8, 2021
Home50 ડિગ્રી ભીષણ ગરમીમાં ઓસ્ટ્રેલિયા શેકાયું; રોડ પીગળી ગયા, પ્રાણીઓના ટપોટપ મોત
Array

50 ડિગ્રી ભીષણ ગરમીમાં ઓસ્ટ્રેલિયા શેકાયું; રોડ પીગળી ગયા, પ્રાણીઓના ટપોટપ મોત

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં 80 વર્ષની સૌથી ભીષણ ગરમી પડી રહી છે. એક તરફ જ્યાં વિશ્વના અનેક દેશોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યાં ઓસ્ટ્રેલિયા ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. અહીંનું તાપમાન 50 ડિગ્રી સે.એ પહોંચી ગયું છે. છેલ્લાં છ દિવસથી અહીં 40 ડિગ્રી સે. તાપમાન હતું. જેના કારણે ડામરની સડકો પીઘળી રહી છે અને પ્રાણીઓના મોત થઇ રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયામાં જંગલોમાં આગ લાગવાના પણ બનાવો બની રહ્યા છે. હજારો ઓસ્ટ્રેલિયન્સ મોટી સંખ્યામાં સિડનીના મોન્ડી બીચ પહોંચી ગયા છે.

ગરમ હવાના કારણે ઓઝોન એલર્ટ જાહેર

60 જગ્યાએ આગના બનાવો

ઓસ્ટ્રેલિયાના અમુક ટાઉનમાં ગરમીનો પારો 50એ પહોંચી ગયો છે. અહીં રેકોર્ડ-બ્રેકિંગ હિટવેવ નોંધવામાં આવી છે. નૂના ટાઉન, સાઉથ વેલ્સમાં રાતોરાત તાપમાન 96.6Fએ પહોંચી ગયું હતું. જે ઓસ્ટ્રેલિયાનો અત્યાર સુધીનો હાઇએસ્ટ રેકોર્ડ છે.

સેન્ટ્રલ સીડનીમાં સતત પાંચ દિવસથી 86F તાપમાન છે, જે છેલ્લાં આઠ વર્ષોમાં સૌથી હાઇએસ્ટ ગણાય છે. આ ઉપરાંત કેનબેરામાં પણ ભીષણ ગરમી પડી રહી છે.

ડામરના રોડ પીગળી ગયા અને પ્રાણીઓના ગરમીના કારણે મોટી સંખ્યામાં મોત થઇ રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સમાં અંદાજિત 60 સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા છે.

લોકોને બહાર નહીં નિકળવાની સલાહ

ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળોએ તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગરમ હવાના કારણે અહીં ઓઝોન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને તડકાંમાં બહાર નિકળવાની મનાઇ કરી છે.

મંત્રાલયે લોકોને ચેતવણી આપતા કહ્યું કે, ગરમ હવા અને તાપના કારણે ઓઝોન વાયુનું સ્તર વધશે, જેનાથી અનેક પરેશાનીઓ પણ વધી શકે છે. અહીં તાપમાને પહેલેથી જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

10 લાખ માછલીઓનાં મોત

કેટલાંક નિષ્ણાતો અનુસાર, દક્ષિણ ઓસ્ટ્રેલિયા આ વર્ષે વિશ્વના સૌથી ગરમ વિસ્તારોમાં સામેલ થઇ ગયો છે.

કેટલાંક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી છે. ગરમી વધી જવાના કારણે અંદાજિત 10 લાખ માછલીઓના મોત થયા છે. આ ઉપરાંત એડિલેડમાં યોજાનારી સાઇકલિંગ રેસ ટૂર ડાઉન અંડરના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments