અમદાવાદની ખાનગી કોવિડ-19 હોસ્પિટલના 50% બેડ AMC માટે અનામત, જાણો ખર્ચનું શું

0
0

સીએન 24,

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસની સંખ્યા અમદાવાદમાં છે. રાજ્ય સરકાર દ્વારા કેટલીક ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા લોકોની પાસેથી ખૂબ મોટા ચાર્જની વસુલાત કરવામાં આવતી હોવાના કારણે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરીને ખાનગી હોસ્પિટલોના ચાર્જ ઓછા કરવામાં આવે તે બાબતે સરકારને ટકોર કરી હતી. હાઈકોર્ટના આદેશના કારણે રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને આ બાબતે તાકીદ કરી હતી. જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં રહેલા 50% બેડને રીફર કરાતા કોરોનાનાં દર્દીઓની સારવાર માટે અનામત રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને વધારે બિલ ન ચુકવવા પડે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાર્જની બે કેટેગરી નક્કી કરવામાં આવી છે. બંને કેટેગરી અનુસાર 4,500થી લઈને 23,000 સુધીનો રેટ નક્કી કરવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા નિર્દેશાનુસાર અમદાવાદની જે પણ ખાનગી હોસ્પિટલો દ્વારા કોવિડ-19માં હોસ્પિટલમાં 50% જે પણ બેડ ફાળવવામાં આવશે તેના પર અને બે કેટેગરીમાં ચાર્જીસ લાગુ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કોરોનાનાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે તેનો AMC દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે અને રીફર કરાયેલા દર્દીને કોઇ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એક રૂપિયો પણ આપવો પડશે નહીં. તો બીજી તરફ કોઇ દર્દી પોતાની રીતે જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જશે તો તેને સારવારનો તમામ ખર્ચ પોતાની રીતે ભોગવવાનો રહેશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલોમાં જે A અને B કેટેગરીમાં ચાર્જીસ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં દર્દીઓને બે ટાઇમ જમવાનું, સવારનો નાસ્તો અને સાંજની ચા અને નાસ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનામત રાખવામા આવેલા બેડનો ચાર્જ 4,500થી 11,250 સુધીનો છે અને B કેટેગરીમાં આવતા બેડનો ચાર્જ 10,000થી લઈને 23,000 સુધીનો છે.

ખાલી બેડ પ્રતિદિવસ અધિગ્રહણ બેડના રેટ પ્રતિદિવસ ચાર્જ B ખાનગી બેડનો રેટ પ્રતિદિવસ ચાર્જ
વોર્ડ 720 4,500 10,000
HDU 1,080 6,750 14,000
આઇસોલેશન+ICU 1,440 9,000 19,000
વેન્ટિલેટર+આઇસોલેશન+ICU 1,800 11,250 23,000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here