કોરોનાના ચાર્જિસ – અમદાવાદની કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં 50 ટકા બેડ AMC માટે અનામત, AMCએ રિફર કરેલા દર્દીએ કોઈ ખર્ચ નહીં ભોગવવો પડે

0
0

હાઈકોર્ટે લાલ આંખ કરતા AMCએ તમામ હોસ્પિટલના ચાર્જિસને એ અને બી કેટેગરીમાં વિભાજિત કરી ટોચમર્યાદા બાંધી
અનામત બેડ ખાલી રહેશે તો પણ AMC પેમેન્ટ કરશે, પેશન્ટ ખાનગી હશે તોય રોજના રૂ. 23 હજારથી વધારે નહીં લઈ શકાય

સીએન 24, અહમદાબાદ

અમદાવાદ. કોરોના સામેના જંગમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલો અતિશય ઊંચો ચાર્જ વસૂલતી હતી. તેથી ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી હતી અને આ આભને આંબતા ચાર્જિસને ઓછા કરવા માટે રાજ્ય સરકાર અને AMCને તાકીદ કરી હતી. તેથી મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદ શહેરની કોવિડ-19 ડેઝિગ્નેટેડ એવી તમામ ખાનગી હોસ્પિટલોના 50 ટકા બેડ કોવિડ 19ના AMC દ્વારા રિફર કરાતા કોરોનાના દર્દીઓની સારવાર માટે અનામત રાખવા નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત આવી કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ખાનગી રીતે દાખલ થતા દર્દીઓ પાસેથી વસૂલવાપાત્ર ચાર્જિસની ટોચમર્યાદા પણ નક્કી કરી છે. આ અંર્તગત ચાર્જિસને બે કેટેગરીમાં પ્રતિદિવસના લેખે વિભાજિત કરાયા છે. તે મુજબ બંને કેટેગરીમાં રૂ. 4500થી લઈને 23000 સુધીનો રેટ નક્કી કરાયો છે.

AMCએ રિફર કરેલા દર્દીએ ખાનગી હોસ્પિ.માં પોતે કશું નહીં ચૂકવવું પડે

AMC દ્વારા જારી કરાયેલા નિર્દેશ અનુસાર અમદાવાદની જે પણ ખાનગી કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોર્પોરેશનને 50 ટકા બેડ ફાળવાશે તેની પર એ અને બી એમ બે કેટેગરીમાં ચાર્જિસ લાગુ પડશે. આવી હોસ્પિટલોમાં AMC કોવિડ પેશન્ટને રિફર કરશે તો તેનો નિર્ધારિત રેટ AMC દ્વારા જે-તે હોસ્પિટલને (રિએમ્બર્સ કરાશે) ચૂકવી અપાશે. આવા AMCએ રિફર કરેલા દર્દીએ જે-તે હોસ્પિટલને કોરોનાના ઈલાજ માટે એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે અને AMC રિએમ્બર્સમેન્ટ કરી આપશે. પંરતુ કોઈપણ દર્દી પોતાની મેળે ખાનગી હોસ્પિટલમાં જશે તો તેણે ખર્ચ ભોગવવો પડશે. આ નિર્ધારિત ચાર્જિસમાં બે ટાઈમ જમવાનું, સવારનો બ્રેકફાસ્ટ અને સાંજનો ચા નાસ્તો સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here