રાજકોટ માં 50 કેસ-9ના મોત, જામનગર માં 20, ભાવનગર માં 23 અને ગીર સોમનાથ માં 9 કેસ નોંધાયા

0
4

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ સહિત મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ગઈકાલે મંગળવારે સાંજના 5 વાગ્યાથી આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 50 કેસ નોંધાયા છે. રાજકોટમાં આજે વધુ 9 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. 7 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 2 દર્દીના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જસદણ-વીંછિયામાં આજે વધુ પાંચ અને ગોંડલમાં ચાર કેસ નોંધાયા છે. વીરપુરમાં આજે એક કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાઆજે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 383 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 16ના મોત, 153 એક્ટિવ કે અને 214 દર્દી સ્વસ્થ થયા છે. જામનગરમાં આજે પણ વધુ 20 કેસ નોંધાયા છે.

ભાવનગરમાં 23 ગીર સોમનાથમાં 9 અને બોટાદમાં 8 કેસ નોંધાયા
ભાવનગર શહેરમાંથી આજે નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 38 દર્દીઓ રોગમુક્ત થયા છે. બોટાદ જિલ્લામાં કોરોનાના આજે 8 કેસો આવ્યા છે. આજે 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બોટાદ શહેરમાં એક કેસ તેમજ તાલુકાના હડદડ ગામે એક કેસ અને પાળીયાદ ગામે એક કેસ આવ્યો નોંધાયો છે. બરવાળાના ખાંભડા ગામે એક કેસ તેમજ ગઢડાના ઉગામેડી ગામે એક કેસ અને રાણપુર શહેરમાંથી ત્રણ કેસો પોઝિટિવ આવ્યા છે. ગીર સોમનાથમાં આજે નવા 9 કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 4, ​​​​​​​ઉનામાં 3 અને તાલાલામાં 2 કેસ નોંધાયા છે.

રાજકોટના આટલા વિસ્તારોમાં આજે કેસ નોંધાયા
આજે 30 પોઝિટિવ કેસ નોંધાયા તે વિસ્તારના નામ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રજાપતિ સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, પવન પાર્ક, શિવધારા રેસિડેન્સી, શ્રી કૃષ્ણ કુંજ સોસાયટી, વિદ્યાવિહાર, વૈશાલીનગર, પારીજાત રેસીડેન્સી, ગોપાલનગર, લક્ષ્મી સોસાયટી, સાધુવાસવાણી રોડ, રજત સોસાયટી, ચંપકનગર, વિશ્વનગર, શ્યામપાર્ક, જંગલેશ્વર, ગાંધીનગર, કૈલાશધારા, રાધાનગર, ચંદ્રેશનગર, સંતોષ પાર્ક, રાજ રેસિડેન્સી, રેસકોર્ષ, સાધના સોસાયટી, એટલાન્ટિક રેસિડેન્સી, નવલનગર, રેવા રેસીડેન્સી, રવિ રત્ન પાર્ક, અવંતિકા પાર્ક, સોરઠીયાવાડી, પ્રહલાદ પ્લોટ, રામપાર્ક, રૂડાનગર, સુર્યોદય સોસાયટી, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે, લલુડી વોકળી, ચંપકનગર, પરસાણાનગર, પ્રહલાદ પ્લોટ, કરણપરા, નિર્મલા અને ગાંધીગ્રામનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જસદણ- વીંછીયા પંથકમાં આજે પણ કોરોનાના પાંચ કેસ પોઝિટિવ
જસદણ- વીંછિયા પંથકમાં આજે પણ કોરોનાના પાંચ કેસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જસદણનાં G.E.B.સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ધુડાભાઇ વણકર (ઉં.વ. 56),સાણથલીના રામદેવ પીર મંદિર પાછળ રહેતા જયસુખભાઇ રવજીભાઇ ધડુક (ઉ.વ. 52), આટકોટનાં રમેશભાઈ કનુભાઈ કાનાણી (ઉં.વ. 50) અને વીંછિયા તાલુકામાંથી પણ 2 કેસ પોઝિટિવ આવ્યા છે.

ગોંડલ સબ જેલ અને તાલુકા પોલીસ સ્ટેશન સહિત કોરોનાના વધુ 4 કેસ નોંધાયા
ગોંડલ સબ જેલ અને તાલુકા પોલીસ સ્ટેશન સહિત કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ક્રિપાલસિંહ અજીતસિંહ ઝાલા (ઉં.વ.24), સબ જેલના વિશાલભાઈ રામોતલભાઈ (ઉં.વ.25) સુમરા સોસાયટીમાં રહેતા સંજયભાઈ બાબુભાઈ મુલતાણી (ઉં.વ.43) અને સુમરા સોસાયટીમાં રહેતા રસિલાબેન સંજયભાઈ મુલતાણી (ઉં.વ.40)નો સમાવેશ થાય છે.

રાજકોટમાં કન્‍ટેઇનમેન્‍ટ ઝોન અને ક્‍વોરન્‍ટીન લોકો પર નજર રાખવા JTE ટીમ બનાવી
રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસો અને અનલોક-2ની છૂટછાટમાં લોકો માર્ગદર્શિકાનું પાલન કરતાં ન હોય ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્‍યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વચ્ચે બેઠક યોજાય હતી. બેઠકમાં JTE (જોઇન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમ)ની રચના કરવા ચર્ચા કરવામાં આવી હતી. ચાર ACPના સુપરવિઝન હેઠળ 18 વોર્ડમાં 18 PSI, કોર્પોરેશનના વોર્ડ ઇન્‍ચાર્જ સાથે રહી કન્‍ટેઈનમેન્‍ટ ઝોન પર નજર રાખશે. ક્વોરન્ટીન થયેલા લોકોના ફોનમાં સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવડાવી ઓન લાઇન પણ ચેકિંગ થશે.

રાજકોટમાં કોરોનાથી મોત
ક્રમ નામ ઉં.વ. સ્થળ
1 પંચાણભાઈ મુસ્ત્રભા મોરી 65 લીંબડી
2 ગોપાલભાઈ ટપુભાઈ છાયાણી 68 જસદણ
3 ભીખાભાઈ રામજીભાઈ ગોલાણી 65 વઢવાણ
4 ભીખુભાઈ પોપટભાઈ સખીયા 75 રાજકોટ
5 પ્રવીણભાઈ 78 જૂનાગઢ
6 ઈમરાન જુમાણી 22 ઉપલેટા
7 વજુભાઈ લક્ષ્મણભાઈ ઉંધાડ 55 જેતપુર

 

રાજકોટમાં કુલ 1032 કેસ પોઝિટિવ નોંધાયા
રાજકોટમાં દરરોજ 40થી 50 કેસ આવતા કુલ આંક હવે 1032 થયો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ 595 થયા છે અને તે વિસ્તારોમાં પણ મૃતાંક વધી રહ્યો છે પણ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. ટેસ્ટની સંખ્યા હવે 250ને બદલે 400 કરવામાં આવી છે તેમજ શહેરમાં હોમ આઈસોલેશનમાં પણ 153 લોકો છે. હોસ્પિટલમાં સારવારની સંખ્યા 493 છે તેથી એક્ટિવ દર્દી 550 કરતા પણ વધી ગયા છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here