સુશાંતના બેંક ખાતામાંથી 50 કરોડ મળ્યા, મુંબઈ પોલિસની ચૂપકિદી પર બિહાર પોલિસનો સવાલ

0
8

એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાના કેસમાં બિહાર અને મુંબઈ પોલીસ મજબૂતીથી તપાસ કરી રહી છે. બિહારના ડીજીપી મૃત્યુંજય પાંડેએ હવે મુંબઈ પોલીસને કેટલાક સવાલ કર્યા છે. તેમણે કહ્યું હતું કે સુશાંતની તપાસ દરમિયાન તેના બેંક બેલેન્સ વિશે શા માટે તપાસ કરવામાં આવી ન હતી. પાંડે એવા અધિકારી છે જે સ્પષ્ટ વાતો માટે જાણીતા છે.

ડીજીપીએ કહ્યું હતું કે તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં સુશાંતના ખાતામાં 50 કરોડની રકમ આવી હતી પરંતુ નવાઈની વાત તો એ છે કે આ તમામ પેસા ઉપાડી લેવામાં પણ આવ્યા હતા.

એક વર્ષમાં તેના ખાતામાં 17 કરોડ રૂપિયા આવ્યા જેમાંથી 15 કરોડ તો ઉપાડી લેવામાં આવ્યા છે. શું આ બાબતની તપાસ મહત્વની નથી? અમે ચૂપ બેસી રહીશું નહીં અને મુંબઈ પોલીસને સવાલ કરીશું કે આ મહત્વના મુદ્દાને કેમ દબાવી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here