મહારાષ્ટ્ર : જેલમાં બંધ 50% કેદીઓને અસ્થાયી રીતે મુક્ત કરવામાં આવશે, આર્થર રોડ જેલમાં કેદીઓમાં સંક્રમણ આવ્યા બાદ નિર્ણય

0
8
  • આર્થર રોડ જેલમાં 100 કેદી કોરોનાવાયરસથી સંક્રમિત છે
  • મહારાષ્ટ્ર સરકારની હાઇલેવલ કમિટીએ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો
  • મહારાષ્ટ્રમાં 23 હજાર 401 સંક્રમિત , કોરનાના લીધે 868નો જીવ ગયો

મુંબઈ:. આર્થર રોડ જેલમાં 100 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારની કમિટીએ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં 50 ટકા કેદીઓને અસ્થાયી રીતે મુક્ત કરવામાં આવશે. કમિટીએ હજુ સ્પષ્ટ નથી કર્યું કે કેટલા સમય સુધી આ કેદીઓને મુક્ત કરવામાં આવશે. પરંતુ કમિટીએ કહ્યું છે કે રાજ્યની જેલોમાં બંધ 35239 કેદીઓમાંથી 50 ટકાને ટેમ્પરરી બેલ અથવા પેરોલ પર મુક્ત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં સોમવારેથી મંગળવાર સવાર સુધી 24 કલાકમાં 1230 નવા કેસ સામે આવ્યા છે. અત્યારસુધી કુલ દર્દીઓની સંખ્યા 23 હજાર 401 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં 36 દર્દીઓના મોત થયા છે. મુંબઇમાં 24 કલાકમાં 791 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 14 હજાર 355  થઇ ગઇ છે. 587 દર્દીઓને હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારસુધી રાજ્યમાં 4786 દર્દી સ્વસ્થ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here