સ્વાસ્થય સુવિધાઓનો જથ્થો : કોરોના સામે લડવા માટે 50 હજાર વેન્ટિલેટર, 2 લાખથી વધારે બેડની જરૂર; ઓરિસ્સામાં 15 દિવસમાં 1 હજાર બેડની હોસ્પિટલ બનશે

0
16

નવી દિલ્હી: ભારતમાં કોરોના ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમ COVID-19ના દાવો છે કે આ જ સ્પીડ રહેશે તો મેના મધ્ય સુધીમાં ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા 1 લાખ 13 હજાર સુધી પહોંચી જશે. આ સંજોગોમાં વાઈરસને ટક્કર આપવા માટે ભારતમાં આવેલા મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ સાધનો પૂરતા નથી. નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2019ના આંકડા પર નજર નાખીએ તો દેશમાં અંદાજે 32 હજાર સરકારી, સેના અને રેલવેની હોસ્પિટલ છે. તેમાં અંદાજે 4 લાખ બેડ છે. ખાનગી હોસ્પિટલોની સંખ્યા 70 હજાર જેટલી છે. તે સિવાય ક્લિનિક, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને કોમ્યુનિટી સેન્ટર પણ છે. બધુ મળીને 10 લાખ બેડ થાય છે. વસ્તી ગણતરી પ્રમાણે જોવા જઈએ તો 1700 લોકો દીઠ એક બેડ છે. હવે આઈસીયુ અને વેન્ટિલેટરની સ્થિતિ જોવામાં આવે તો તે પણ ખૂબ ઓછા છે. ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર પ્રમાણે સમગ્ર દેશમાં અંદાજે 70 હજાર આઈસીયુ બેડ છે. જ્યારે 40 હજાર વેન્ટિલેટર આવેલા છે. તેમાંથી 10 ટકા તો ખાલી છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાને ટક્કર આપવા માટે ભારત પાસે આગામી એક મહિનામાં વધુ 50 હજાર વેન્ટિલેટર અને હોસ્પિટલોમાં 2 લાખ બેડની જરૂર છે. જ્યારે વધુ 70 હજાર આઈસીયુ બેડની જરૂર છે. જોકે અન્ય રીતે પણ સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે. એક બાજુ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરેક જિલ્લા હોસ્પિટલોમાં એક-એક બિલ્ડિંગ કોરોના પીડિતો માટે તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે ઓરિસ્સા સરકારે 15 દિવસમાં 1 હજાર બેડની હોસ્પિટલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ પ્રયત્નો જરૂરિયાતની સરખામણીએ ઘણાં ઓછા છે.

ભારતમાં આઈઆઈટી અને એમ્સ તૈયાર કરશે વેન્ટિલેટર

જ્યારે આખી દુનિયા વેન્ટિલેટર માટે પરેશાન છે ત્યારે આવા મુશ્કેલ સમયમાં ભારતીય શિક્ષણ અને શોધ સંસ્થાઓ મદદ કરી રહી છે. આઈઆઈટી કાનપુરમાં 1 મહિનાની અંદર 1 હાજર પોર્ટેબલ વેન્ટિલેટર તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના પ્રોફેસર અમિતાભ બંધોપાધ્યાયએ ભાસ્કર સાથેની વાતચીતમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, ભારતની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી એક મહિનામાં ઓછામાં ઓછા 50 હજાર વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. તેથી તેઓ અને તેમની ટીમ દિવસ-રાત તેના માટે કામ કરી રહ્યા છે. આઈઆઈટીના ડિરેક્ટર પ્રો. અભય કરંદીકરે કહ્યું છે કે, તેમની અન્ય એક ટીમ કોરોનાની તપાસ માટે કિટ તૈયાર કરવાનું કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ તેના સકારાત્મક પરિણામો સામે આવશે. એમ્સ નવી દિલ્હીએ પણ એક ખાનગી કંપની સાથે હાથ મીલાવ્યા છે. બંને મળીને પ્રોટોટાઈપ વેન્ટિલેટર તૈયાર કરશે. એમ્સના ડિરેક્ટર પ્રો. રંદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, જરૂર પડશે તો પ્રોટોટાઈપ વેન્ટિલેટરનો પ્રયોગ કરવામાં આવશે. સ્વાસ્થય મંત્રાલયે ઈમરજન્સીની સ્થિતિને ટક્કર આપવા માટે અંદાજે વધુ 1200 વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે.

સમગ્ર દુનિયામાં વેન્ટિલેટરની અછત

કોરોના ઈન્ફેક્ટેડ દર્દઓની સારવારમાં વેન્ટિલેટર સૌથી મહત્વનું હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે વેન્ટિલેટર જ મદદ કરે છે. સમગ્ર દુનિયા અત્યારે વેન્ટિલેટરની સંખ્યા વધારવાનો જ પ્રયત્ન કરી રહી છે. યુરોપના ઘણાં દેશો વેન્ટિલેટર બનાવતી કંપનીઓને ઓર્ડર કરી રહી છે. બ્રિટન સરકારે અહીંની ઘણી એન્જિનિયરિંગ કંપનીઓને પૂછ્યું છે કે, શું તેઓ બે સપ્તાહમાં 15થી 20 હજાર વેન્ટિલેટર બનાવી શકે છે? જર્મનીએ 10 હજાર અને ઈટાલીએ 5 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર કર્યો છે. બંને દેશો આઈસીયુની ક્ષમતા પણ બમણી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં વેન્ટિલેટર બનાવતી ચાર-પાંચ જ મોટી કંપનીઓ છે. અત્યારે હાલ તેમની પાસે વેન્ટિલેટર બનાવવાની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ છે. કારણકે દુનિયાના ઘણાં મોટા દેશો મોટી સંખ્યામાં ઓર્ડર આપી રહ્યા છે અને દરેકને શક્ય હોય એટલા વેન્ટિલેટર જોઈએ છે.

અન્ય દેશોની હોસ્પિટલોમાં બેડનું પણ સંકટ

હોસ્પિટલોમાં બેડનું સંકટ માત્ર ભારતમાં જ નથી. પરંતુ કોરોનાની શરૂઆત થનાર ચીનમાં પણ છે. અહીં સુધી કે1 હજાર નાગરિકોની દીઠ 4.2 બેડ છે. આ જ કારણથી જ્યારે અહીં કોરોના સંકટ વધારે હતું ત્યારે હોટલોને અસ્થાઈ રીતે હોસ્પિટલોમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આ જ રીતે ફ્રાન્સમાં દરેક 1 હજાર નાગરિક દીઠ 6.5, દક્ષિણ કોરિયામાં 11.5, ચીનમાં 4.2, ઈટાલીમાં 3.4 અને અમેરિકામાં 2.8 બેડ છે. આ આંકડા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવ્યા છે.

આ રીતે ભારતમાં વધી રહ્યો છે કોરોના વાઈરસ

  • પહેલાં 40 દિવસમાં 50 નવા કેસ સામે આવ્યા
  • ત્યારપછી 4 દિવસમાં આ આંકડો 100 સુધી પહોંચી ગયો
  • તેના 4 દિવસ પછી કુલ કેસ 150 થઈ ગયા
  • તેના 2 દિવસ પછી કુલ કેસની સંખ્યા 200 થઈ ગઈ
  • અને હવે રોજ 50 નવા કેસ સામે આવી રહ્યા છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here