જુલાઈમાં દરરોજ એમજી હેક્ટરનાં 50 યૂનિટ વેચાયાં, પ્રારંભિક કિંમત 12.18 લાખ રૂપિયા

0
41

ઓટો ડેસ્કઃ એમજી મોટરે પોતાની લોકપ્રિય એસયુવી હેક્ટરનું જુલાઈ મહિનામાં 1508 યૂનિટનું વેચાણ થયું. આ એસયુવી 27 જૂનના રોજ લોન્ચ થઈ હતી. એટલે કે ગયા મહિને કંપનીએ દરરોજ આશરે 50 યૂનિટનું વેચાણ કર્યું. કારની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમ ત 12.18 લાખ રૂપિયા છે. તેમજ ટોપ મોટલની કિંમત 16.88 લાખ રૂપિયા છે. આ કાર ચાર વેરિઅન્ટ અને ત્રણ એન્જિન ગિયરબોક્સમાં લોન્ચ થઈ છે.

પાવરફુલ એન્જિન

 
  • આ કારને ત્રણ એન્જિન ગિયરબોક્સ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. તેનું 2.0 લિટર ડીઝલ એન્જિન 170 હોર્સપાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે.
  • 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન, 143 હોર્સપાવર પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનમાં 6 સ્પીડ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ મળશે અને ટર્બો પેટ્રોલ એન્જિનમાં 6 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ હશે.
  • આ ઉપરાંત, તેમાં 48V માઈલ્ડ-હાઇબ્રિડ પેટ્રોલ મોડેલ પણ ઉપલબ્ધ છે, જેમાં ફક્ત 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.
  • કંપનીનું કહેવું છે કે તેનાં પેટ્રોલ અને ડ્યુઅલ ક્લચ ઓટો કોમ્બોમાં 13.96kplની એવરેજ, પેટ્રોલ-મેન્યુઅલમાં 14.16kplની એવરેજ, પેટ્રોલ હાઇબ્રિડમાં 15.81kplની એવરેજ અને ડીઝલ વર્ઝનમાં 17.41kplની એવરેજ મળશે.

એમજી હેક્ટરનાં ખાસ ફીચર્સ

 
  • હેક્ટર એક કનેક્ટેડ કાર છે જેમાં અનેક કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં 10.4 ઈંચની આઈ સ્માર્ટ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે, એઆઈ-પાવર્ડ વોઇસ આસિસ્ટન્ટ, પ્રિ-લોડેડ એપથી સજ્જ છે. તેની સિસ્ટમમાં એરટેલ સિમ ફિટ કરવામાં આવ્યું છે.
  • હેક્ટરનાં ટોપ મોડલમાં 360 ડિગ્રી કેમેરા, ફોર-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, પેનોરમિક સનરૂફ, હીટેડ ORVMs, રેન સેન્સિંગ વાઇપર્સ, ઓટોમેટિક હેડલાઇટ્સ, 17 ઈંચ એલોય વ્હીલ્સ અને 8 કલરની સાથે મૂડ લાઇટ જેવાં ફીચર્સ રહેલાં છે.
  • સેફ્ટી માટે તેમાં ABS વિથ EBD, ESP, ટ્રેક્શન કન્ટ્રોલ, રીઅર પાર્કિંગ સેન્સર, ફોર વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક્સ છે, જ્યારે સ્માર્ટ વેરિઅન્ટમાં ચાર એરબેગ્સ અને શાર્પ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here