BCA ચૂંટણી : મતદાન દરમિયાન એલેમ્બિકના યેરા શોપિંગ મોલની 30 ટકા ડિસ્કાઉન્ટ કૂપન વેચાતા હોબાળો, 4 કલાકમાં 50 ટકા મતદાન

0
33

વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિયેશનના વિવિધ હોદ્દા માટે છ વર્ષ બાદ આજે ચૂંટણી યોજાઇ રહી છે. સવારે 10 વાગ્યે મતદાન શરૂ થઇ ગયુ છે. જેમાં શરૂઆતના 4 કલાકમાં 50 ટકા જેટલુ મતદાન થયું છે. મતદાન સમયે રિવાઇવલ ગૃપ દ્વારા એલેમ્બિક કંપનીના યેરા શોપિંગ મોલની 30 ટકા ડિસ્કાઉન્ટની કૂપનો વેચાતી હતી. જેને પગલે હોબાળો મચી ગયો હતો. અને કૂપનો જપ્ત કરવામાં આવી હતી. અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. પ્રણવ અમીનની આગેવાની રિવાઇવલ જૂથ અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને સંજય પટેલની આગેવાનીમાં રોયલ જૂથના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થઇ રહ્યો છે. 31 પદ માટે 73 ઉમેદવારો મેદાનમાં છે.

The Alberta election will be held Tuesday, April 16.

વડોદરાના પૂર્વ ક્રિકેટરોએ મતદાન કર્યું

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા અને અતુલ બેદાડે સહિતના પૂર્વ ક્રિકેટરોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત સમરજીતસિંહ ગાયકવાડ અને પ્રણવ અમીને પણ મતદાન કર્યું હતું. રોયલ ગૃપના સમર્થક અશુંમાન ગાયકવાડે જણાવ્યું હતું. હું કોઇ ગૃપમાં માનતો નથી. બરોડા ક્રિકેટ એસોસિયેશન અને ક્રિકેટરોનો વિકાસ કરે તેવા લોકોને હું માનુ છું. બીસીએની ચૂંટણીમાં જેને ઉમેદવારી નોંધાવી છે, તે લોકોએ જીતીને બીસીસીઆઇમાં જવાની ઇચ્છા છે. પણ મારી ઇચ્છા છે કે, ક્રિકેટનો વિકાસ થવો જોઇએ. અને તેવા લોકો ચૂંટાય તેવી મારી ઇચ્છા છે.
સંકુલની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
જ્યોતિ ગાર્ડન પાસે રામબાગ ગાર્ડન સંકુલમાં ચૂંટણી યોજાઇ રહી છે, જેને પગલે સંકુલની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંકુલમાં ફક્ત બીસીએના સભ્યોને જ એન્ટ્રી આપવામાં આવશે. બંને જૂથો વચ્ચે ઘર્ષણ થવાનાં એંધાણ હોવાથી પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખી રહ્યું છે.
પ્રથમવાર બાયોમેટ્રિકથી ઓળખ બાદ જ મતદાન
જ્યોતિગાર્ડન પાસે રામબાગ સંકુલમાં બીસીએની ચૂંટણી માટેનું મતદાન સવારે 10 વાગે શરૂ થયું છે. ચૂંટણીમા પ્રથમવાર બાયોમેટ્રિક પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. 2172 પૈકી 230 સભ્યોને બાયોમેટ્રિક કાર્ડ મળ્યાં નથી. જેના માટે ટેક્નિકલ જવાબદાર હોવાનું જાણવા મળે છે. જોકે જેની પાસે બાયોમેટ્રિક કાર્ડના હોય તેવા સભ્યો સરકારી ઓળખપત્રની મદદથી મતદાન કરી શકશે.
BCAની ચૂંટણી મહત્વની કેમ?
બીસીએની ચૂંટણી સભ્યો તેમજ હોદ્દેદારો માટે પણ ખૂબ જ મહત્ત્વની છે,હાલ બીસીએનું બેલેન્સ 90 કરોડ હોવાનું મનાય છે. બીસીએમાં પ્રમુખ બનનાર કે બીસીએના પ્રતિનિધિને બીસીસીઆઇ હોદ્દેદારોને ચૂંટણી આપવાનો અધિકાર મળે છે અને બીસીસીઆઇ બેઠકમાં ભાગ લેવાની તક મળે છે. ઓક્ટોબર માસમાં યોજાનાર બીસીસીઆઇની ચૂંટણીમાં બીસીએનો પ્રતિનિધિ ભાગ લઇ શકાશે.

કયા ગૃપમાંથી કોણ ઉમેદવાર
પદ- રીવાઇવલ ગ્રુપ રોયલ ગ્રુપ
પ્રમુખ- પ્રણવ અમીન જતીન વકીલ
ઉપપ્રમુખ- શીતલ મહેતા દીપક નાયકવાડે
સેક્રેટરી- મીનેશ પટેલ અજીત લેલે
જો.સેક્રેટરી- અક્ષત પટેલ પરાગ પટેલ
ખજાનચી- અજીત પટેલ અતુલ પરીખ
મેનેજિંગ કમિટી- કમલ પંડ્યા જય બક્ષી

મિલીન્દ પી.પ્રધાન કલ્યાણ હરીભક્તિ

નચીકેત બાજરીયા મિલીન્દ સી. પ્રધાન

રશ્મી શાહ નંદીની ઓઝા

અકિન શાહ મુકેશ અમીન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here