Saturday, September 25, 2021
Home500 રૂપિયામાં કોઇ પણ કારના ટાયર મળે છે આ માર્કેટમાં, દૂરથી આવે...
Array

500 રૂપિયામાં કોઇ પણ કારના ટાયર મળે છે આ માર્કેટમાં, દૂરથી આવે છે લોકો

કારની ખરીદી કર્યા બાદ એમાં કોઇને કોઇ તો ખરાબી આવતી રહે છે, એવામાં ગેરેજના ચક્કર મારવા સામાન્ય વાત છે. પરંતુ જ્યારે ટાયર બદલવાની વાત થાય છે તો ઘણી વખત લોકો વિચારમાં પડી જાય છે કારણ કે ટાયર બદલાવું મોંઘું હોય છે પરંતુ જો અમે તમને જણાવીએ કે કારના તમામ પાર્ટ્સ માટે અમે તમને એક એવા માર્કેટ માટે જણાવીએ જ્યાં તમારી જરૂરીયાતનો સામાન મળી જાય છે સાથે સાથે ખૂબ જ સસ્તી કિંમતો પર મળે છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે ગાડીઓના ટાયર અહીંયા માત્ર 500 રૂપિયામાં મળી જાય છે.

અમે વાત કરી રહ્યા છે કે દિલ્હીના ગોકુલપુરીમાં શાહદરા ઑટો માર્કેટની. આ માર્કેટમાં તમારા કાર અને બાઇકથી જોડાયેલા કોઇ પણ પાર્ટ્સ અડધી કિંમત પર ખરીદી શકો છો. દિલ્હીમાં રહેતા લોકો મેટ્રોથી આ માર્ટે સુધી સરળતાથી પહોંચી શકે છે. શાહદરા મેટ્રો સ્ટેશન પર ઊતરીને ઑટો લઇ શકો છો અને સરળતાથી આ માર્કેટમાં પહોંચી જશો.

વાસ્તવમાં આ માર્કેટમાં મોટાભાગની પ્રોડક્ટ્સ સેકન્ડ હેન્ડ મળે છે અને આ કારણથી આ પાર્ટ્સ ખૂબ જ ઓછી કિંમતમાં મળે છે. તમે ઇચ્છો તો નવા પણ લઇ શકો છો અને નવાની કિીંમત અન્ય બજારોથી ખૂબ ઓછી હોય છે.
જો તમારે બાઇકમાં ટાયર લગાવવું છે તો આ બજારમાં સારી કન્ડિશનનું ટાયર 200 રૂપિયાની શરૂઆતી કિંમત પર મળી જશે. જો કારમાં ટાયર લગાવવું છે કો આ ટાયર 500 રૂપિયાની શરૂઆતની કિંમતમાં મળી જશે. જેટલા રૂપિયામાં ટાયરની ટ્યૂબ પણ આવતી નથી એટલા રૂપિયામાં અહીંયા ટાયર મળી જાય છે. બાઇકના અન્ય પાર્ટ્સ જેમ કે ગાર્ડ, કવર, સ્પેયર પાર્ટ્સ, લાઇટ્સ જેવી ચીજો ખૂબ ઓછી કિંમતમાં મળી જાય છે.

 

તમને જણાવી દઇએ કે આ માર્કેટમાં ખરીદનાર કરવા માટે તમને ભાવ કરતા જરૂરથી આવડવો જોઇએ કારણ કે અહીંયા પહેલા તમને પાર્ટ્સની કિંમત વધારે જણાવવામાં આવશે, પરંતુ બાર્ગેનિંગ કર્યા બાદ કિંમત ખૂબ ઓછી થઇ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments