ભારતીય શૅર બજાર : સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 130 અંકનો વધારો

0
7

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યા છે અને શરૂઆતના કારોબારમાં પણ બજારમાં વધારો દેખાઈ રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ સોમવારે 388 અંકના વધારા સાથે 32,030.40 પર ખુલ્યું છે. સેન્સેક્સ સોમવારે સવારે 9 વાગીને 19 મિનિટે 1.35% એટલે 435 અંકના વધારા સાથે 32,078.15 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 27 શૅર લીલા નિશાન પર અને ફક્ત ત્રણ શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના જે શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી હતી. એમા ઈન્ડસઈન્ડ બેન્ક 3.08%, બજાજ ફાઈનાન્સ 2.84%, મારૂતિ 2.48%, કોટક બેન્ક 2.49%, એક્સિસ બેન્ક 2.48%, રિલાયન્સ 2.25%, આઈટીસી2.18%, બજાજ ઑટો 2.15% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.06% સામેલ હતા. એ સિવાય સેન્સેક્સના જે શૅરોમાં શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો એમાં ICICI બેન્ક 0.81% અને નેસ્લે ઈન્ડિયાના શૅર સામેલ હતા, એમાં 0.87%નો ઘટાડો જોવા મળી રહ્યો હતો.

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીઓ તો, એ સપ્તાહના પહેલા દિવસે 9 વાગીને 26 મિનિટ પર 1.44% એટલે 133.05 અંકના ઉછાળા સાથે 9384.55 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. હાલ નિફ્ટીની 50 શૅરોમાંથી 47 શૅર લીલા નિશાન પર અને ફક્ત 3 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

સોમવારે શરૂઆતના કારોબારમાં નિફ્ટી-50 શૅરોમાં સૌથી વધારે ઝી એન્ટરટેનમેન્ટમાં 4.45%, ટાટા મોટર્સમાં 4.01% મારૂતિમાં 2.95%, વેદાન્તા 2.91% અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 2.62% વધારો દેખાઈ રહ્યો હતો. જ્યાં શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50 શૅરોમાંથી સૌથી વધારે ઘટાડો ડૉ રેડ્ડીઝમાં 2.48%, નેસ્લેમાં 0.81% અને ICICI બેન્કમાં 0.70% જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here