5000 રૂપિયામાં ઘરે લઇ જાઓ આ ધાકડ કાર, 1 લીટરમાં દોડશે 27 કીમી

0
67

જો તમે કાર લેવાનું વિચારી રહ્યાં હોય તો મારુતી તમારા માટે એક શાનદાર ઑફર લઇને આવી છે. મારૂતિ સુઝુકીએ પોતાનું નવું ડીઝલ એન્જીન લાવવાની તૈયારી કરી લીધી છે. Ciazના ડીઝલ વેરિએન્ટની સાથે આ ડીઝલ એન્જીન માર્કેટમાં દસ્તક આપશે.

કંપનીએ એનું બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. એના 5000 રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને નેક્સા ડીલરશિપથી બુક કરી શકાય છે. જો કે સત્તાવાર મારૂતિ સુઝુકીએ આ માટે હજુ સુધી કોઇ જાણકારી આપી નથી, પરંતુ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે મારૂતિ સુઝુકીનું નવું 1.5 લીટરનું ડીઝલ એન્જીન 100PS નો પાવર અને 250Nmનો ટાર્ક પ્રોડ્યૂસ કરશે.

આ એન્જીન 6 સ્પીડ મેન્યુલ ટ્રાન્સમિશનથી લેસ હશે. જો માઇલેજની વાત કરીએ તો મારૂતિના નવા ડીઝલ એન્જીનની ફ્યૂલ એફિશિએન્સી 25-27 kmpl સુધી હોઇ શકે છે. એમાં કંપનીએ SHVS માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે મારૂતિ સુઝુકીનું નવું 1.5 લીટર ડીઝલ એન્જીન હોન્ડા સિટીના ડીઝલ એન્જીનથી વધારે પાવરફુલ હશે, પરંતુ એમાં હુંડઇ વરનાના 1.6 લીટર ડીઝલ એન્જીનથી ઓછો પાવર હશે જે 128PS પાવર પ્રોડ્યૂસ કરે છે.

જો કિંમતની વાત કરીએ તો નવું ડીઝલ એન્જીન આવ્યા બાદ કિંમતમાં 20,000 રૂપિયાનો વધારો થઇ શકે છે. વર્તમાનમાં મારૂતિ સુઝુકી સિયાઝની કિંમત 9.19 થી 10.97 લાખ રૂપિયા સુધી છે. જેની હરિફાઇ હોન્ડા સિટી અને હ્યુંડાઇ વરના સાથે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એન્જીન વધારે પાવરફુલ હશે સાથે જ BS6 એમિશન નોર્મ્સને પણ ફોલો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here