પાટણના હારીજમાં મામલતદારે આપઘાત કર્યો છે. જેમાં ત્રીજા માળેથી પડતું મૂકી મામલતદારે જીવન ટૂંકાવ્યું છે. મામલતદાર કચેરીમાં જ વેનાજી પટેલે આપઘાત કર્યો છે. ત્યારે 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે મીટીંગ રાખી હતી. જેમાં મીટીંગ પહેલા મામલતદારે આત્મહત્યા કરી છે.
હારીજ મામલતદારે મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વેનાજી પટેલનું મોત થયુ છે. 50 વર્ષના વેનાજી પટેલે મામલતદાર કચેરીના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી છે. જેમાં મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગ રૂપે મીટીંગ રાખી હતી ત્યારે મીટીંગ પહેલા મામલતદારે આત્મહત્યા કરી છે. ઘટના પગલે હારીજ પોલીસ, SDM સહિતના અઘિકારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યાં છે. તથા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ અમદાવાદના સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલે પાંચમાં માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ચૂંટણી પહેલા જ પ્રાંત અધિકારીની આત્મહત્યાથી સનસનાટી મચી ગઈ હતી. તેમજ પરિવારે આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેક્ટર પાસેથી મળેલી શંકાસ્પદ પેન ડ્રાઈવ અને દસ્તાવેજને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતક ડેપ્યુટી કલેક્ટર ડિપ્રેશનમાં હતા કે કામનુ ભારણ વધુ રહેતુ હતુ કે કોઈ અંગત કારણોસર તેમણે આ પ્રકારનું આત્મઘાતી પગલુ ભર્યુ તે દરેક પાંસાઓને આવરી લઈ પોલીસ તપાસ કરી હતી.