ગુજરાત : રાજ્યમાં કોરોનાનાં નવા 511 કેસ નોંધાયા, 29 દર્દીનાં મોત

0
11

અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 16333 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા છે. જ્યારે 29 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 442 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 23590 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1478 પર પહોંચ્યો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 16333 થયો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 334, સુરત 7, વડોદરા 42, સુરેન્દ્રનગર 9, ગાંધીનગર 8, અરવલ્લી 6, ભરૂચ 6, ભાવનગર 3, મહીસાગર 3, આણંદ 3, અમરેલી 3, મહેસાણા 2, સાબરકાંઠા 2, પાટણ 2, ખેડા 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, પંચમહાલ 1, બોટાદ 1, નર્મદા 1, અન્ય રાજ્ય 5 કેસો નોંધાયા છે.

રાજ્યમાં અનલૉક-1 જાહેર થયાંને હજી 13 દિવસ થયાં છે ત્યા અત્યાર સુધીમાં સતત ચોથી વખત કોરોનાના નવા કેસ 500થી વધારે નોંધાયા છે. સૌ પ્રથમ વખત 5 તારીખે 510 કેસ નોંધાયા હતા. તો 10 જૂનના રોજ ફરી 510 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બીજા દિવસે 11 તારીખે 513 અને આજે એટલે કે 13 જૂનના રોજ 517 કેસ નવા નોંધાયા હતા તો આજે ફરીવાર 511 નવા કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here