કોરોના ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 515 કેસ નોંધાયા : રાજ્યમાં કુલ 2,72,240 કેસ અને 4,413 દર્દીના મોત અને 2,64,969 ડિસ્ચાર્જ.

0
5

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 49મા દિવસે ગુજરાતમાં ફરી 500થી વધુ કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 515 કેસ નોંધાયા છે અને 405 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 4,413 થયો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 0.3ઘટીને 97.33 ટકા થયો છે. આજે રાજ્યની એક કોર્પોરેશન અને 4 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 13 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી.

1.23 લાખ ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ

અત્યાર સુધી 12 લાખ 39 હજાર 493 લોકોને પ્રથમ ડોઝ અને 2 લાખ 90 હજાર 11 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 23 હજાર 245 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

એક કોર્પોરેશન અને 4 જિલ્લામાં એકેય કેસ નહીં

રાજ્યમાં ભાવનગર કોર્પોરેશન તથા બોટાદ, પાટણ, તાપી અને વલસાડમાં એમ 4 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

2858 એક્ટિવ કેસ, 43 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 72 હજાર 240ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,413 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 64 હજાર 969 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2858 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2815 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 5 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 જાન્યુઆરી 734 907 3
2 જાન્યુઆરી 741 922 5
3 જાન્યુઆરી 715 938 4
4 જાન્યુઆરી 698 898 3
5 જાન્યુઆરી 655 868 4
6 જાન્યુઆરી 665 897 4
7 જાન્યુઆરી 667 899 3
8 જાન્યુઆરી 685 892 3
9 જાન્યુઆરી 675 851 5
10 જાન્યુઆરી 671 806 4
11 જાન્યુઆરી 615 746 3
12 જાન્યુઆરી 602 855 3
13 જાન્યુઆરી 583 792 4
14 જાન્યુઆરી 570 737 3
15 જાન્યુઆરી 535 738 3
16 જાન્યુઆરી 505 764 3
17 જાન્યુઆરી 518 704 2
18 જાન્યુઆરી 495 700 2
19 જાન્યુઆરી 485 709 2
20 જાન્યુઆરી 490 707 2
21 જાન્યુઆરી 471 727 1
22 જાન્યુઆરી 451 700 2
23 જાન્યુઆરી 423 702 1
24 જાન્યુઆરી 410 704 1
25 જાન્યુઆરી 390 707 3
26 જાન્યુઆરી 380 637 2
27 જાન્યુઆરી 353 462 1
28 જાન્યુઆરી 346 602 2
29 જાન્યુઆરી 335 463 1
30 જાન્યુઆરી 323 441 2
31 જાન્યુઆરી 316 335 0
1 ફેબ્રુઆરી 298 406 1
2 ફેબ્રુઆરી 285 432 1
3 ફેબ્રુઆરી 283 528 2
4 ફેબ્રુઆરી 275 430 1
5 ફેબ્રુઆરી 267 425 1
6 ફેબ્રુઆરી 252 401 1
7 ફેબ્રુઆરી 244 355 1
8 ફેબ્રુઆરી 232 450 1
9 ફેબ્રુઆરી 234 353 1
10 ફેબ્રુઆરી 255 495 0
11 ફેબ્રુઆરી 285 302 2
12 ફેબ્રુઆરી 268 281 1
13 ફેબ્રુઆરી 279 283 0
14 ફેબ્રુઆરી 247 270 1
15 ફેબ્રુઆરી 249 280 0
16 ફેબ્રુઆરી 263 271 1
17 ફેબ્રુઆરી 278 273 1
18 ફેબ્રુઆરી 263 270 0
19 ફેબ્રુઆરી 266 277 1
20 ફેબ્રુઆરી 258 270 0
21 ફેબ્રુઆરી 283 264 1
22 ફેબ્રુઆરી 315 272 1
23 ફેબ્રુઆરી 348 294 0
24 ફેબ્રુઆરી 380 296 1
25 ફેબ્રુઆરી 424 301 1
26 ફેબ્રુઆરી 460 315 0
27 ફેબ્રુઆરી 451 328 1
28 ફેબ્રુઆરી 407 301 1
1 માર્ચ 427 360 1
2 માર્ચ 454 361 0
3 માર્ચ 475 358 1
4 માર્ચ 480 369 0
5 માર્ચ 515 405 1
કુલ આંક 27202 34086 107

 

રાજ્યમાં કુલ 2,72,240 કેસ અને 4,413 દર્દીના મોત અને 2,64,969 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 63,214 60,323 2,316
સુરત 54,170 52,734 976
વડોદરા 30,270 29,669 240
રાજકોટ 23,607 23,209 200
જામનગર 10,709 10,599 35
ગાંધીનગર 8,842 8,701 107
મહેસાણા 7,080 5,937 38
ભાવનગર 6,196 6,089 68
જૂનાગઢ 5,489 5,421 33
બનાસકાંઠા 4,720 4,678 39
કચ્છ 4,626 4,494 33
પંચમહાલ 4,370 4,297 23
પાટણ 4,255 4,198 53
ભરૂચ 4,211 4,158 18
અમરેલી 3,971 3,915 33
સુરેન્દ્રનગર 3,546 3,528 13
દાહોદ 3,364 3,343 7
મોરબી 3,358 3,324 19
ખેડા 3,354 3,314 17
સાબરકાંઠા 3,125 3,076 13
આણંદ 2,691 2,642 17
ગીર-સોમનાથ 2,626 2,572 24
નર્મદા 2,162 2,150 1
મહીસાગર 2,118 2,065 10
નવસારી 1,661 1,639 8
વલસાડ 1,431 1,406 9
અરવલ્લી 1,224 1,188 26
દેવભૂમિ દ્વારકા 1,154 1,125 5
તાપી 1,086 1,075 7
બોટાદ 1,062 1,034 14
છોટાઉદેપુર 950 927 3
પોરબંદર 733 729 4
ડાંગ 188 182 1
અન્ય રાજ્ય 162 159 3
કુલ 271,725 264,969 4,413

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here