રાજકોટ માં 52 કેસ-7ના મોત, અમરેલીમાં 38, ગોંડલમાં 14 અને દીવમાં 8 કેસ નોંધાયા

0
4

રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ગઇકાલ સાંજના 5 વાગ્યાથી આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 52નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 933 થઇ છે. જેમાં 527 લોકો સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના કાળ સમાન બની રહ્યો છે. ગઈકાલ શનિવાર રાતથી આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 7 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ચાર દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને ત્રણ દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. ગઈકાલે છ દર્દીના મોત નીપજ્યા હતા. અમરેલીમાં કોરોના વિસ્ફોટ થતા 38 કેસ અને દીવમાં 7 કેસ નોંધાયા છે. ગોંડલ તાલુકામાં આજે વધુ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમરેલીમાં કુલ કેસની સંખ્યા 329
અમરેલી જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 38 કેસ નોંધાયા છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ આજે કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 329 થઈ છે. અત્યાર સુધીમાં 16ના મોત અને 125 દર્દી સારવાર હેઠળ છે. તેમજ 188 લોકો સાજા થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નવા 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલમાં 14 કેસ નોંધાયા
ગોંડલના સુલતાનપુર તેમજ વેકરીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.હંસાબેન પાનસુરિયા (ઉં.વ.70 રહે.વેકરી) અને જયંતીભાઈ વિઠ્ઠલભાઇ (ઉં.વ.61 રહે.સુલતાનપુર)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત બપોર બાદ વધુ 12 કેસ સાથે આજે એક જ દિવસમાં ગોંડલ તાલુકામાં 14 કેસ નોંધાયા છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્થ ટીમ દ્વારા વિસ્તારમાં સર્વે તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જસદણમાં ચાર કેસ નોંધાયા
જસદણમાં 2, વિરનગરમાં 1 અને સાણથલીમાં 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જસદણનાં સાણથલીમાં આજે એક કોરોના પોઝિટિવ આવ્યા બાદ જસદણ શહેરમાં બે અને વિરનગરમાં એક કેસ પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે. જસદણનાં સીતારામ વાડી વિસ્તારમાં રહેતા વિપુલભાઈ કેશુભાઈ હિરપરા (ઉં.વર્ષ 37), પુનમબેન મયંકભાઇ ઉનડકટ (ઉં.વર્ષ 30) અને વિરનગરના નાગજીભાઈ રાજાભાઈ વેકરીયા (ઉં.વર્ષ 45)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણથલી ગામના વલ્લભભાઈ ચનાભાઇ ધડુક (ઉં.વ. 72)નું મૃત્યુ થયું છે.

પાલિતાણામાં 10 હજાર મકાનોને સેનિટાઈઝ કરાશે
પાલિતાણામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે નાગરિક શરાફી મંડળી મેદાનમાં આવી છે. 10 લાખના ખર્ચે 10000 ઘરને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાય છે. તે ઉપરાંત 50000 લોકોને હ્યુમિનિટી વધારવાની દવાઓ, આયુર્વેદિક ઉકળાઓ, અને સેનિટાઇઝર આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ભાવનગરમાં કેસની સંખ્યા 1150 થઈ
રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1336 પર પહોંચી છે. ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1150 પર પહોંચી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 55 કેસ નોંધાય રહ્યા છે. ગઈકાલે શનિવારે એક જ દિવસમાં રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 15 કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here