કોરોના વિશ્વમાં : ફ્રાન્સમાં એક દિવસમાં 53 હજાર કેસ, WHOએ કહ્યું- દેશ સમયનો બગાડ ન કરે, સખત પગલાં લે.

0
7

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.73 કરોડથી વધુ થઈ ગયો છે. 3 કરોડ 40 લાખ 12 હજાર 909 દર્દી રિકવર થયા છે. અત્યારસુધીમાં 12.10 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. ફ્રાન્સમાં સંક્રમણની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. અહીં સોમવારે 52 હજાર નવા સંક્રમિત પ્રકાશમાં આવ્યા છે. લોકડાઉન છતાં કેસ વધવાના કારણે સરકારનો વિરોધ વધ્યો છે.

ફ્રાન્સમાં પ્રતિબંધ નિષ્ફળ સાબિત થયો

ફ્રાન્સમાં લોકડાઉનની અસર થઈ નથી. બીજું લોકડાઉન લાગુ કરવામાં આવ્યાને લગભગ એક સપ્તાહ પસાર થઈ ચૂક્યું છે. જોકે અત્યારસુધીમાં સંક્રમણના દરમાં કોઈ ઘટાડો આવ્યો નથી. સોમવારે અહીં 52 હજાર 518 કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન એક હજાર લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ લોકડાઉન છતાં મામલાઓ વધવાના કારણે અમેન્યુએલ મેક્રોન સરકાર દબાણમાં છે. લોકોનું કહેવું છે કે લોકડાઉન હટાવી લેવું જોઈએ, કારણ કે તેને કોઈ અસર દેખાઈ રહી નથી. પ્રત્યેક દિવસે કેસ વધી રહ્યા છે. દેશમાં હવે કેસ લગભગ 15 લાખ થઈ ચૂક્યા છે.

WHO કહ્યું- સખત પગલાં ભરો

WHOએ એક વખત ફરી એ દેશોને ચેતવણી આપી છે, જે મહામારીને લઈને કડક નથી. WHOએ ડાયરેક્ટર જનરલ ટેડ્રોલ અડેનહોમ ગ્રેબિયસે કહ્યું- હજી પણ સમય છે, તેમણે સખત વલણ બતાવવું જોઈએ. હવે બહુ સમય નથી. જો હવે પગલાં ભરવામાં આવશે નહિ તો સ્થિત હાથમાંથી નીકળી જશે. હવે વિશ્વના નેતાઓએ આગળ આવવું જોઈએ અને મળીને આ મહામારીનો મુકાબલો કરવો પડશે. હજી પણ આપણી પાસે તક છે.

પોર્ટુગલમાં પણ લોકડાઉનની તૈયારી

પોર્ટુગલ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે સંક્રમણ રોકવા માટે ઈમર્જન્સી અને લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. જોકે હજી એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી કે લોકડાઉન અગાઉ જેવું જ હશે કે અલગ. રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલોએ કહ્યું- અમે આ અંગે વિચાર કરી રહ્યા છે, કારણ કે યુરોપીય દેશોમાં સંક્રમણની બીજી લહેર અત્યારસુધી જોખમકારક સાબિત થઈ રહી છે. વડાપ્રધાન એન્તોનિયો કોસ્ટાએ કહ્યું- દેશમાં કોરાનાના કેસો વધી રહ્યાં છે. આપણે બધાએ એ વાત ઝડપથી નક્કી કરવી પડશે કે કઈ રીતે આપણે સંક્રમણ પર કાબૂ મેળવી શકીશું, નહિતર સ્થિતિ અગાઉ કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.

સ્પેનમાં ફરી હિંસા

સ્પેનમાં સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું તો ઘણા લોકો રોડ પર આવી ગયા અને તેમણે એનો વિરોધ કર્યો. એ પછી જ્યારે સુરક્ષા દળોએ તેમને હટાવવાની કોશિશ કરી તો લોકો હિંસા પર ઊતરી આવ્યા. સ્પેનમાં છ મહિનાની સ્ટેટ ઓફ ઈમર્જન્સી પહેલાંથી જ લાગુ છે. જોકે સંક્રમણની બીજી લહેરને જોતાં સરકારે ગત મહિને આપવામાં આવેલી ઢીલને પરત ખેંચી લીધી અને લોકડાઉનની જાહેરાત કરી દીધી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે રબર બુલેટ પણ ચલાવી, જેથી ભીડને હટાવી શકાય. આજે સરકાર તરફથી વડાપ્રધાન મીડિયા સાથે વાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here