કોરોના ઈન્ડિયા : 53,045 કેસ, મૃત્યુઆંક-1,758: મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 1233 કેસ, ગૃહ મંત્રાલયની બંગાળને ચિઠ્ઠી- તમારા રાજ્યમાં ટેસ્ટિંગ ઓછું, ડેથ રેટ વધારે

0
7

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 53,045 થઈ ગઈ છે અને 1,758 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 15,331 લોકો સાજા થયા છે. ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ બુધવારે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાને ચિઠ્ઠી લખી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જેટલી વસ્તી છે તેના પ્રમાણમાં ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે અને ડેથ રેટ વધારે છે. ભીડભાડ વાળા વિસ્તાર પર રેન્ડમ ટેસ્ટિંગની જરૂર છે. સંક્રમણની દેખરેખ અને ટેસ્ટિંગ બધું ઓછું છે. પત્રમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, ‘કોલકાતા અને હાવડામાં ઘણા અન્ય સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થયું. કોરોના વોરિયર્સ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. લોકડાઉનનું કડકાઈથી પાલન જરૂરી છે’

બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, અમે એક મહિના દરમિયાન 5.5 કરોજ લોકોનો સર્વે કર્યો છે. સાથે જ મહારાષ્ટ્રમાં બુધવારે સંક્રમણના 1233 નવા દર્દી સામે આવ્યા જ્યારે 34 લોકોનું સંક્રમણથી મોત થયા છે. રાજ્યમાં સંક્રમણના અત્યાર સુધી 651ના જીવ ગયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસ કેસ
05 મે 2966
04 મે 3900
03મે 2676
02મે 2567
01મે 2396

 

26 રાજ્ય, 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલાનું મોત
મહારાષ્ટ્ર 16758 3094 651
ગુજરાત 6625 1500 396
દિલ્હી 5104 1468 64
મધ્યપ્રદેશ 3138 1099 185
રાજસ્થાન 3317 1739 93
તમિલનાડુ 4829 1516 35
ઉત્તરપ્રદેશ 2998 1130 60
આંધ્રપ્રદેશ 1777 729 36
તેલંગાણા 1107 648 29
પશ્વિમ બંગાળ 1456 265 144
જમ્મુ કાશ્મીર 775 322 08
કર્ણાટક 693 354 29
કેરળ 503 462 04
પંજાબ 1526 135 27
હરિયાણા 594 260 07
બિહાર 542 188 04
ઓરિસ્સા 185 61 02
ઝારખંડ 127 37 03
ઉત્તરાખંડ 61 39 01
હિમાચલ પ્રદેશ 43 34 03
આસામ 46 35 01
છત્તીસગઢ 59 36 00
ચંદીગઢ 124 21 01
આંદામાન-નિકોબાર 33 32 00
લદ્દાખ 42 17 00
મેઘાલય 12 10 01
પુડ્ડુચેરી 12 06 00
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 42 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 01 00
મિઝોરમ 01 00 00

 

દેશના રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3138- મધ્યપ્રદેશ સરકારે બુધવારે જણાવ્યું કે, 1984 ગેસ કાંડના એ પીડિતોનું સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે પહેલા ગંભીર રીતે બિમાર હતા. જો તપાસમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું તો તેમને આઈસોલેટ પણ કરવામાં આવશે. ભોપાલમાં કોરોના સંક્રમણથી 19 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2998- બુધવારે સાંજ સુધી અહીંયા 118 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત બે હજાર 998 થઈ ગયા છે. 1808 એક્ટિવ છે. 1130 ડિસચાર્જ કરાઈ શકાય છે. કુલ 60 સંક્રમિતોના મોત થયા છે. આ માહિતી રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ16758- અહીંયા 24 કલાકમાં 1 હજાર 233 નવા કેસ સામે આવ્યા  હતા. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓમાં સૌથી વધારે આંકડો હતો. આ દરમિયાન 34 સંક્રમિતોના મોત થયા છે. મૃતકોનો આંકડો 651 થઈ ગયો છે.

રાજસ્થાન, સંક્રમિતઃ 3317- રાજસ્થાનમાં બુધવારે 82 નવા દર્દી નોંધાયા હતા. એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ સાથે જ રાજ્યમાં મૃતકોની સંખ્યા 90 થઈ ગઈ છે. ચિકિત્સા વિભાગના જણાવ્યા પ્રમાણે, જયપુર 27, જોધપુરમાં 32, અજમેર ચાર, પાલીમાં સાત, ડંગરપુરમાં બે, ધોલપુરમાં બે સવાઈ માધોપુર, ભરપુર , ચિત્તોડગઢ અને અલવરમાં એક એક નવા કોરોના સંક્રમિતો સામે આવ્યા હતા.

બિહાર, સંક્રમિતઃ542- અહીંયા બુધવારે પૂર્ણિયા જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 536 થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યના 32 જિલ્લાના સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. સૌથી વધારે 102 દર્દી મુંગેર જિલ્લામાં હતા.

દિલ્હી, સંક્રમિતઃ5104- દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું કે, રાજધાનીના ભારત નગર પોલીસ સ્ટેશનના કોન્ટસ્ટેબલ અમિતનું મંગળવારે અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here