રાજ્યભરમાં 146 માર્કેટયાર્ડમાં 56.26 લાખ ક્વિન્ટલ અનાજ વેચાણ માટે આવ્યું

0
7

ગાંધીનગર. કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ જરૂરી નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યના તમામ માર્કેટયાર્ડ 15મી એપ્રિલથી  શરૂ કરવા રાજ્યના મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ ખેડૂતો અને વેપારીઓના હિતમાં નિર્ણય લીધો હતો. 15 એપ્રિલથી 20મી મે સુધીમાં વિવિધ 146 માર્કેટ યાર્ડમાં કુલ 56.26 લાખ ક્વિન્ટલ અનાજની આવક વેચાણ માટે થઇ હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીના સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ માર્કેટ યાર્ડમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત ફરજિયાત સેનિટાઈઝર અને તમામ ખેડૂતો-વેપારીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં ખેડૂતો-વેપારીઓને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમનો પણ અમલ કરાવવામાં આવી રહ્યો છે.

તેમણે અત્યાર સુધીમાં માર્કેટયાર્ડમાં અનાજની થયેલી સંચિત આવકની વિગતો આપતા જણાવ્યું કે, 20મી મે સુધીમાં વિવિધ 146 માર્કેટ યાર્ડમાં કુલ 56.26 લાખ ક્વિન્ટલ અનાજની જે સંચિત આવક થઇ છે. તેમાં 16,93,866 ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. તે ઉપરાંત મગફળીની 1,39,835 ક્વિન્ટલ આવક, ડાંગરની 1,25,465 ક્વિન્ટલ આવક, એરંડાની 12,79,235 ક્વિન્ટલ આવક થવા પામી છે. જ્યારે 3,00,886 ક્વિન્ટલ જથ્થો રાયડાની આવક, 2,33,869 ક્વિન્ટલ જથ્થો ચણાની આવક, 47,012 ક્વિન્ટલ મગની આવક, 2,90,860 ક્વિન્ટલ જથ્થો કપાસની આવક, 1,16,888 ક્વિન્ટલ તમાકુની આવક અને 13,98,408 ક્વિન્ટલ અન્ય જણસીઓની આવક મળીને કુલ 56,26,327 ક્વિન્ટલ જથ્થાની સંચિત આવક થવા પામી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here