કોરોના દેશમાં : 24 કલાકમાં 56 હજાર કેસ નોંધાયા : સરકારની કમિટીનો દાવો-ફેબ્રુઆરીમાં કોરોના સમાપ્ત થઈ જશે.

0
0

કોરોનાના નવા કેસ સતત ઘટી રહ્યા છે. રવિવારે 56 હજાર 520 કેસ નોંધાયા, 66 હજાર 418 દર્દી સાજા થયા અને 581 લોકોનાં મોત થયાં છે. છેલ્લા બે મહિનામાં નવા કેસમાં બીજો સૌથી ઓછો આંકડો છે. આ પહેલાં 24 ઓગસ્ટે 59 હજાર 696 કેસ નોંધાયા હતા. 12 ઓક્ટોબરે 54 હજાર 262 કેસ નોંધાયા. છેલ્લા ત્રણ મહિનામાં છઠ્ઠી વખત 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં ફેબ્રુઆરી સુધી સમાપ્ત થશે કોરોના

દેશમાં કોરોનાની પીક સપ્ટેમ્બરમાં જ આવી ગઈ હતી અને ફેબ્રુઆરી 2021માં કોરોના સમાપ્ત થઈ જશે. આ દાવો સરકારે કોરોના માટે બનાવેલી વૈજ્ઞાનિકોની નેશનલ સુપર મોડલ સમિતિએ કર્યો છે. આ સમિતિમાં IIT હૈદરાબાદ અને IIT કાનપુર સહિત ઘણી જાણીતી ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ

  • હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી અને સેન્ટ લુઈ યુનિવર્સિટી સાથે નાકથી આપવામાં આવતી વેક્સિન(નેઝલ વેક્સિન) કેન્ડિજેટની ટ્રાયલ માટે એક સમજૂતી કરી છે, જે હેઠળ કંપની ટ્રાયલ, ઉત્પાદન અને કોવિડ-19 વેક્સિન માટે બજાર ખોલી દેશે.
  • રાજસ્થાનમાં ગુર્જન નેતા કિરોડી સિંહ બૈંસલા સહિત 32 લોકો વિરુદ્ધ પોલીસે કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરવા અંગે FIR નોંધાવી છે. આ લોકોએ ભરતપુરમાં શનિવારે અનામતની માગ અંગે મહાપંચાયત બોલાવી હતી.
  • 20 દિવસથી કોરોના સંક્રમિત ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતોની સ્થિતિ રવિવારે બપોરે બગડી હતી. આનાથી મેડિકલ હોસ્પિટલના ડોક્ટર્સ ગભરાઈ ગયા હતા. તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેન અને રિમ્સની ડોક્ટર્સની ટીમને બોલાવી. તેમને વેન્ટિલેટર પર રાખીને હાઈ ફ્લો ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. મોડી રાતે 11.30 વાગ્યે ચાર્ટર પ્લેનથી ચેન્નઈના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ પણ રાંચી પહોંચી ગઈ છે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં રવિવારે 1030 લોકો સંક્રમિત નોંધાયા છે. 1427 લોકો રિકવર થયા અને 20 દર્દીનાં મોત થયા છે. અત્યારસુધીમાં 1 લાખ 60 હજાર 188 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાં 13 હજાર 281 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 44 હજાર 134 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે અત્યારસુધીમાં 2773 દર્દીનાં મોત થયાં છે.

રાજસ્થાન

રાજ્યમાં સંક્રમણથી મરનારાનો આંકડો 1747 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 12 દર્દીનાં મોત થયાં છે. 1985 લોકો સંક્રમિત થયા છે અને 2088 લોકો રિકવર થયા છે. અત્યારસુધીમાં 1 લાખ 73 હજાર 266 લોકોનો રિપોર્ટ આવ્યો છે, જેમાંથી 21 હજાર 140 દર્દીની હાલ પણ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 50 હજાર 379 લોકો સાજા થઈ ચૂક્યા છે.

બિહાર

રાજ્યમાં દર્દીઓનો આંકડો વધીને 2 લાખ 4 હજાર 212 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1152 લોકો સંક્રમિત થયા છે. હાલ 10 હજાર 621 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 92 હજાર 594 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 996 સંક્રમિતોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં રવિવારે 9060 નવા કેસ નોંધાયા છે, 11 હજાર 204 લોકો રિકવર થયા અને 150 દર્દીના મોત થયાં છે. અત્યારસુધીમાં અહીં 15 લાખ 95 હજાર 381 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 1 લાખ 82 હજાર 976 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 13 લાખ 69 હજાર 810 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 42 હજાર 115 સંક્રમિતોનાં મોત થયાં છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારાનો આંકડો 6658 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 29 દર્દીનાં મોત થયાં છે. રવિવારે 2486 નવા દર્દી નોંધાયા. આ સાથે જ દર્દીઓની સંખ્યા વધીને 4 લાખ 55 હજાર 146 થઈ ગઈ છે, જ્યારે 4 લાખ 15 હજાર 592 લોકો સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here