Thursday, March 28, 2024
Homeકોરોના અપડેટ ઇન્ડિયા : સંક્રમણના 567 કેસ અને 11 મોત; તેલંગાણાના CMએ...
Array

કોરોના અપડેટ ઇન્ડિયા : સંક્રમણના 567 કેસ અને 11 મોત; તેલંગાણાના CMએ કહ્યું- લોકડાઉનનું ઉલ્લંઘન થશે તો ગોળી મારવાનો આદેશ આપવો પડશે

- Advertisement -

નવી દિલ્હીઃ દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી 567 થઈ ગઈ છે, અને અત્યાર સુધી 11 લોકોના જીવ ગયા છે. તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે 107 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 105 કેસ સાથે બીજા નંબરે છે. મંગળવારે અડધી રાતે આગામી 21 દિવસો માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે.

હવે મુદરૈમાં 54 વર્ષના દર્દીએ દમ તોડ્યો; 15 દિવસમાં 11 લોકોના મોત, આમાથી 8ને પહેલાથી ડાયાબિટીસની બિમારી  હતી 

કોરોનાના સંક્રમણના કારણે 15 દિવસમાં 11 લોકોના મોત થઈ ગયા છે. બુધવારે સવારે મદુરૈમાં 54 વર્ષીય કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ ગયું છે. તમિલાનડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કરે કહ્યું કે, દર્દીને લાબાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા હતી.

Corona update LIVE India / 536 cases of infection and 11 deaths; Telangana CM says - If the lockdown is violated then the firing will be ordered.

અપડેટ્સ 

  •  મધ્યપ્રદેશના ઈન્દોરમાં 6 લોકોના કોરોનાથી પોઝિટિવ મળી આવ્યા છે, જેમાંથી પાંચ લોકો ઈન્દોરના અને એક ઉજ્જૈનનો રહેવાસી છે.
  • ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય અને જિલ્લા સ્તરે 24 કલાક કામ કરવા વાળો કંટ્રોલ રૂમ બનાવવા માટે કહ્યું છે.
  •  મહાન એરલાઈન્સનું વિમાન ઈરાનના તેહરાન શહેરથી 277 ભારતીયોને લઈને દિલ્હીને પહોંચ્યુું

  •  ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે, રાજ્યમાં તમામ જરૂરી સામાનની દુકાનો સવારે 7 થી 10 વાગ્યા સુધી ખુલી રહેશે.
  • છત્તીસગઢમાં સરકારે તમામ ગરીબ પરિવારે એપ્રિલ અને મે મહિનામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ મફત ચોખા આપવાની જાહેરાત કરી છે.
  •  ઉત્તરપ્રદેશ-દિલ્હી બોર્ડર પર પોલીસની બેરકેડિંગ ચાલું છે. પોલીસ માત્ર જરૂરી સામાન વાળી ગાડીઓને જવાની મંજૂરી આપી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular