કોરોના ઈન્ડિયા : અત્યારસુધીમાં 57.30 લાખ સંક્રમિત : છ દિવસમાં 51 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, 13 દિવસ પહેલા સૌથી વધુ 24 હજાર વધ્યા હતા.

0
5

દેશમાં છેલ્લા છ દિવસથી કોરોનાના આંકડા રાહત આપી રહ્યા છે. આ દરમિયાન નવા કેસ કરતા વધુ દર્દી સાજા થયા છે. બુધવારે 86 હજાર 703 સંક્રમિતોની ઓળખ કરવામાં આવી, જ્યારે 87 હજાર 458 દર્દી સાજા થઈ ગયા છે. હવે 9.66 લાખ દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. 17 સપ્ટેમ્બરે આ આંકડો સૌથી વધુ 10.17 લાખ હતો, એટલે કે ગત છ દિવસમાં 51 હજાર એક્ટિવ કેસ ઘટ્યા છે. 12 સપ્ટેમ્બરે સૌથી વધુ 24 હજાર એક્ટિવ કેસ વધ્યા હતા.

દેશમાં અત્યાર સુધી 57 લાખ 30 હજાર 184 કેસ નોંધાયા છે. 46 લાખ 41 હજાર 850 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 91 હજાર 173 લોકોના મોત થઈ ચુક્યા છે. બુધવારે 1,123 દર્દીઓના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • રેલવે રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું બુધવારે કોરોનાથી નિધન થયું છે. તે 65 વર્ષના હતા. દિલ્હી એઈમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. તે કર્ણાટકના બેલગામ લોકસભા બેઠકથી સાંસદ હતા.
  • દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બુધવારે તાવ અને ઓક્સિજન લેવલ ઓછું હોવાની ફરિયાદ પછી દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવાયા છે. 14 સપ્ટેમ્બરે તે કોરોના પોઝિટીવ થયા હતા.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે 9 લાખ 53 હજાર 683 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે દેશમાં અત્યાર સુધી 6 કરોડ 62 લાખ 79 હજાર 462 કોરોના સેમ્પલની તપાસ કરાઈ ચુકી છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં બુધવારે 2,346 નવા સંક્રમિત નોંધાયા છે, જ્યારે 42 દર્દીઓએ દમ તોડી દીધો છે. નવા સંક્રમિતોમાં મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદીયા, હરદીપ સિંહ ડંગ અને ભીકનગાવથી કોંગ્રેસ ધારાસભ્ય ઝૂમા સોલંકી પણ સામેલ છે. જેમની સાથે અત્યાર સુધી સરકારના 13 મંત્રી અને પક્ષ વિપક્ષના 44 ધારાસભ્ય સંક્રમિત થઈ ચુક્યા છે.

રાજસ્થાન

રાજ્યમાં 27 જિલ્લા એવા છે, જેમાં એક હજારથી વધુ દર્દી નોંધાયા છે. બાકીના છ જિલ્લા હનુમાનગઢમાં 767, પ્રતાપગઢમાં 735, કરૌલીમાં 788, સવાઈ માધોપુરમાં 807 અને દૌસામાં 873 કેસ છે. જયપુરમાં સૌથી વધુ 18 હજાર 620 પોઝિટીવ નોંધાયા છે. જોધપુરમાં 17 હજાર 919 છે. રાજ્યમાં 1.20 લાખથી વધુ કેસ છે. સારા સમાચાર તો એ છે કે આમા 1 લાખ 365 દર્દી સાજા થઈ ચુક્યા છે.

બિહાર

રાજ્યમાં 28 સપ્ટેમ્બરના રોજ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકના માર્ગદર્શન માટે શાળાએ જઈ શકશે. જેના માટે માતા-પિતાની મંજૂરી જોઈશે. આ દરમિયાન પ્રાર્થના સત્ર, રમતગમત અને અન્ય પ્રવૃત્તિ નહીં થાય. શાળાના સ્ટાફની સંખ્યા 50%થી વધુ નહીં હોય. તો આ તરફ રાજ્યમાં 24 કલાકમાં 1598 નવા કેસ વધ્યા, જ્યારે 1498 લોકો સાજા થઈ ગયા છે. એક સંક્રમિતનું મોત થયું છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં બુધવારે 21 હજાર 29 સંક્રમિત નોંધાયા છે અને 19 હજાક 476 લોકો રિકવર થયા છે. અત્યાર સુધી 12 લાખ 63 હજાર 799 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 9 લાખ 56 હજાર 30 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 73 હજાર 477ની સારવાર ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં બુધવારે 5143 નવા કેસ નોંધાયા, 6506 દર્દી સાજા થયા, જ્યારે 87 સંક્રમિતોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 69 હજાર 686 કેસ નોંધાયા છે. જેમાંથી 2 લાખ 2 હજાર 689 સાજા થઈ ચુક્યા છે, 61 હજાર 698 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 5299 દર્દીઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here