Tuesday, September 28, 2021
Homeદેશમાં અત્યાર સુધીમાં રસીના 58 લાખ ડોઝ બરબાદ, કરોડોનુ નુકસાન
Array

દેશમાં અત્યાર સુધીમાં રસીના 58 લાખ ડોઝ બરબાદ, કરોડોનુ નુકસાન

એક તરફ દેશમાં રસીની અછત હોવાની બૂમો રાજ્યોની સરકારો પાડી રહી છે અને રસીકરણ અભિયાન પર પણ તેની અસર પડી છે. જ્યારે બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં રસીના 58 લાખ ડોઝ બરબાદ થયા હોવાની વિગતો સપાટી પર આવી છે.

મળતી વિગતો પ્રમાણે દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના રિવ્યૂ રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે અત્યાર સુધીમાં રસીના 58 લાખ ડોઝ વેડફાઈ ગયા છે. કેન્દ્ર સરકાર 150 રુપિયે પ્રતિ ડોઝના ભાવે રસી ખરીદે છે. એ જોતા સરકારના 87 કરોડ રુપિયા બરબાદ થઈ ચુક્યા છે.

એકલા મહારાષ્ટ્રમાં જ પાંચ લાખ ડોઝ નકામા થઈ જતા તેને નષ્ટ કરવામાં આવ્યા છે. કેરાલાને છોડીને બીજા કોઈ રાજ્યમાં રસીના ડોઝ વેડફાયા ના હોય તેવુ બન્યુ નથી. કેરાલાનો રેકોર્ડ આ બાબતમાં ઉજળો રહ્યો છે. કેટલાક રાજ્યોમાં રસીના ડોઝ વેડફાવાની ટકાવારી આઠ થી નવ ટકા છે. જે ચિંતાજનક છે.

કોવિશિલ્ડ રસીના એક વાયલમાં 10 લોકોને અપાય તેટલો ડોઝ હોય છે અને કોવેક્સિનના એક વાયલમાં 20 લોકોને અપાય તેટલો ડોઝ હોય છે. એક વખત વાયલ ખુલે તે પછી ચાર કલાકની અંદર તમામ ડોઝ આપી દેવા જરુરી હોય છે. જ્યારે રસી કેન્દ્રો પર જોવા મળી રહ્યુ છે કે, એક એક વાયલમાં ચાર થી પાંચ ડોઝ બરબાદ થઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં દેશના 10 કરોડ ઉપરાંત લોકોને રસી અપાઈ ચુકી છે. રસી વેડફાવાનો સિલસિલો નહીં રોકાય તો સરકારને થઈ રહેલુ નુકસાન પણ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments