ગુજરાત : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ, બે મહિના બાદ 20થી ઓછા મોત, કુલ કેસ 30 હજારને પાર

0
10

રાજ્યમાં 25 જૂનની સાંજથી 26 જૂનની સાંજ સુધીમાં કોરોનાના 580 નવા કેસ સામે આવ્યા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 532 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,158 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1,772એ પહોંચ્યો છે, જ્યારે 22038 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ પહેલા છેલ્લે 21 એપ્રિલે 18 અને 26 એપ્રિલે 18ના મોત થયા હતા. આમ બે મહિના બાદ 19થી ઓછા દર્દીના મોત થયા છે.

છેલ્લા 28 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ કેસ,  અમદાવાદમાં 4 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)