59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું- ડેટા સેફ્ટી માટે આ ડિજીટલ સ્ટ્રાઈક, ગંદી નજર નાખનારને જડબાતોડ જવાબ અપાશે

0
3

કોલકાતા. સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ચીનની 59 એપ પ્રતિબંધ કરવાના નિર્ણયને ડિજીટલ સ્ટ્રાઈક જણાવી છે. પ્રસાદે ગુરુવારે કહ્યું કે, ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ કોઈ ગંદી નજર નાખશે તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. સંચાર મંત્રીએ કહ્યું કે, અત્યારે માત્ર બે C ચર્ચામાં છે, કોરોના અને ચીન.

વર્ચ્યુઅલ રેલી દ્વારા બંગાળની જનતાને સંબોધિત કરતાં પ્રસાદે કહ્યું કે 15 જૂને ગલવાનમાં અમારા 20 જવાન શહીદ થયા જ્યારે ચીનના બમણાં સૈનિકો શહીદ થયા છે. તમે જાણો છો કે ચીને અત્યાર સુધી તેમના મૃતક સૈનિકોની સંખ્યા જણાવી નથી.

આપણી સરકાર જવાબ આપવાનું જાણે છે
પ્રસાદે ઉરી અને પુલવામામાં આતંકી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહીની યાદ અપાવી હતી. તેમણે ચીનની હરકતોની વાત કરતાં કહ્યું કે, જો વડાપ્રધાન કહે કે, તેઓ આપણાં જવાનોની શહાદત બેકાર નહીં જવા દે, તો તે વાતનું મહત્વ છે. આપણી સરકાર કરી બતાવવામાં વિશ્વાસ રાખે છે.

દેશના સંકટમાં TMC સાથ કેમ નથી આપતી
ચીનની એપ પર બેન લગાવવાના નિર્ણય પર TMCનો વિરોધ કરવા સામે પણ પ્રસાદે સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, બંગાળમાં અલગ જ વલણ અપનાવામાં આવી રહ્યું છે. ત્યાંની સત્તાધારી પાર્ટી TMC પહેલાં કહેતી હતી કે, ચીનની એપ પર પ્રતિબંધ કેમ નથી લગાવતા, તેઓ હવે કહે છે કે- પ્રતિબંધ કેમ લગાવ્યો? હું પુછવા માંગુ છું કે, તેઓ સરકારનો સાથ કેમ નથી આપતા?

TMC સાંસદે ટિક ટોક બેનને ખોટું ગણાવ્યું
બોર્ડર પર ચીનના તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સોમવારે ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિશે ટીએમસી સાંસદ નુસરત જહાંએ બુધવારે કહ્યું કે, કેન્દ્રએ બહુ ઉતાવળમાં નિર્ણય કર્યો છે. સરકારે ટિક ટોક જેવી એપનો વિકલ્પ આપવો જોઈએ, કારણકે આ એપ સાથે જોડાયેલા લોકોના જીવન પર અસર થશે. લોકો નોટબંધીની જેમ પરેશાન થઈ જશે.