ઉદયપુરમાં જુગાર રમવા ગયેલા 59 ગુજરાતીઓ પકડાયા, પકડાયેલા જુગારીઓમાં સૌથી વધુ અમદાવાદના

0
0

અમદાવાદ. રાજસ્થાનના ઉદયપુરમાં ઉદય બાગ હોટલ એન્ડ રિસોર્ટમાં પોલીસે દરોડો પાડી 80 જેટલા જુગારીઓ ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો જુગાર અને સટ્ટો રમવા માટે ઉદયબાગ રિસોર્ટ આવ્યા છે. પોલીસે રાત્રે 11 વાગ્યે રિસોર્ટમાં રેડ પાડી હતી. જેમાં 59 જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે 20 જુગારી ભાગી જવામાં સફળ રહ્યા હતા.

80 Gujaratis caught gambling in Udaipur, 20 gamblers flee, Rs 20 lakh seized

રિસોર્ટમાં બે ડઝનથી વધુ વૈભવી કારનો કાફલો હતો

પોલીસ જ્યારે રિસોર્ટમાં રેડ કરવા પહોંચી ત્યારે રિસોર્ટના પોર્ચ અને પરિસરમાં બે ડઝનથી વધુ વૈભવી કારનો કાફલો જોવા મળ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી એકપણ જુગારી ભાગે નહીં એ માટે રિસોર્ટની આસપાસ પણ જવાનો તેનાત કર્યા હતા. તેમ છતાં 20 જુગારી ભાગી છૂટ્યા હતા. પોલીસે રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રિસોર્ટમાં તપાસ કરી હતી. જે લોકોને પોલીસ પકડ્યા હતા તેમને પોલીસ મથકે લઇ જવા માટે લોડિંગ ટેમ્પોની વ્યવસ્થા કરવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here