સોલા સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લઈ 59 વર્ષીય વૃદ્ધે કોરોનાને હરાવ્યો

0
17

દેશભરમાં કોરોનાનો કહેર છે. ત્યારે ગુજરાતમાં ધીમેધીમે કાબૂ આવતો હોય તેવું સરકારી આંકડાથી લાગી રહ્યું છે. ગુજરાતમાં ભરતસિંહ સોલંકી બાદ સોલા સિવિલમાં 113 દિવસથી કોરોના સામે લડતા 59 વર્ષીય વૃદ્ધે આજે કોરોનાને મ્હાત આપી છે. તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. વૃદ્ધે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.

113 દિવસ પૈકી તો 90 દિવસ વૃદ્ધ ICUમાં રહ્યા…
સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને દેવેન્દ્ર પરમાર નામના 59 વર્ષીય વૃદ્ધે 113 દિવસે કોરોનાને હરાવ્યો છે. દેવેન્દ્રભાઈ આજે સોલા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાની સૌથી લાંબો સમય હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દી દેવેન્દ્ર પરમાર બન્યા છે. સોલા સિવિલમાં 113 દિવસ સારવાર દરમિયાન તેઓ 90 દિવસ ICUમાં રહ્યા હતા.

અત્યાર સુધીમાં 2 લાખ 15 હજાર 528 દર્દી ડિસ્ચાર્જ…
રાજ્યમાં અત્યાર સુધીમાં 88 લાખ 89 હજાર 965 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 32 હજાર 188ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને મૃત્યુઆંક 4211 થયો છે. જ્યારે અત્યાર સુધીમાં 2 લાખ 15 હજાર 528 દર્દી કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં ગઈકાલ સાંજની સ્થિતિએ 12449 એક્ટિવ કેસ છે તે પૈકી 65 વેન્ટિલેટર પર છે અને 12384 દર્દીની હાલત સ્થિર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here