Friday, March 29, 2024
Homeકોરોના વિશ્વમાં : બ્રિટનમાં એક જ દિવસમાં 598 સંક્રમિતનાં મૃત્યુ, ઈટાલીમાં 24...
Array

કોરોના વિશ્વમાં : બ્રિટનમાં એક જ દિવસમાં 598 સંક્રમિતનાં મૃત્યુ, ઈટાલીમાં 24 કલાકમાં 32 હજાર નવા કેસ.

- Advertisement -

વિશ્વમાં કોરોનાનો આંકડો શુક્રવારે 5.59 કરોડને વટાવી ગયો છે. 3 કરોડ 89 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 13 લાખ 42 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. બ્રિટનની બોરિસ જોહન્સન સરકાર માટે કોરોના ડબલ મુશ્કેલી લઈને આવ્યો છે. અહીં મોતનો આંકડો મંગળવારે ખૂબ જ ઝડપથી વધ્યો છે. એક દિવસમાં 598 લોકોનાં મોત થયાં છે. બીજી તરફ, કોરોના ફન્ડના ઉપયોગને લઈને સરકાર પર સવાલ સર્જાઈ રહ્યા છે.

બ્રિટનમાં મૃત્યુ પામનારાઓનો આંકડો વધ્યો

બ્રિટનમાં બોરિસ જોહન્સન સરકારે દેશના કેટલાક ભાગમાં કેટલાંક સપ્તાહ માટે આંશિક લોકડાઉન લગાવ્યું હતું. જોકે એનાં સારાં પરિણામો મળ્યાં નથી. 24 કલાક દરમિયાન મૃત્યુ પામનારાઓનો આંકડો અગાઉના દિવસોની સરખામણીમાં ઝડપથી વધ્યો છે. કુલ 598 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ લગભગ 22 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. બ્રિટનમાં હવે મૃત્યુ પામનારાઓનો આંકડો 52 હજાર 745 થયો છે. ખાસ વાત એ છે કે 12 મે પછી એક દિવસમાં મૃત્યુ પામનારાઓનો આંકડો ખૂબ જ ઝડપથી વધ્યો છે.

બ્રિટિશ એરવેઝ કરશે ટેસ્ટિંગ

બ્રિટિશ એરવેઝે અમેરિકાથી આવનારા મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. એરલાઈન કંપનીએ કહ્યું છે કે તે અમેરિકાના એરપોર્ટ્સ પર જ મુસાફરોનું ટેસ્ટિંગ કરશે, જેથી સંક્રમિતોની યોગ્ય સારવાર થઈ શકે. કંપનીએ કહ્યું છે કે એનાથી બીજા મુસાફરોને પણ સંક્રમણના જોખમથી બચાવી શકાય. બ્રિટન અને અમેરિકાની વચ્ચે લગભગ દસ હજાર લોકો રોજ એર ટ્રાવેલ કરી રહ્યાંછે.

ઈટાલીમાં સ્થિતિ બની જાખમી

મે પછી ઈટાલીમાં સ્થિતિ ફરી ચિંતાજનક થઈ રહી છે. જોકે યુરોપના લગભગ તમામ દેશોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. જોકે ઈટાલીમાં મામલો ગંભીર થઈ રહ્યો છે. સોમવારે અહીં 27 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા હતા. મંગળવારે આ આંકડાઓ ઝડપથી વધ્યા અને લગભગ 33 હજાર કેસ પ્રકાશમાં આવ્યા. આ એક દિવસમાં બ્રિટનના સૌથી વધુ મોત થયાં છે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, કુલ 731 લોકોનાં મોત થયાં છે. એક દિવસ પહેલાં એટલે કે સોમવારે કુલ 504 લોકોનાં મોત થયાં હતાં.

અમેરિકાના નોર્થ ડકોટામાં માસ્ક હવે જરૂરી

અમેરિકામાં સંક્રમિતોનો આંકડો રવિવારે એક કરોડ 10 લાખથી વધુ થયો છે. અંતે 10 લાખ કેસ તો માત્ર 6 દિવસમાં પ્રકાશમાં આવ્યા છે. જોકે પહેલાં 10 લાખ કેસ 100 દિવસમાં પ્રકાશમાં આવ્યા હતા. એક કરોડથી એક કરોડ 10 લાખ કેસ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય લાગ્યો. એટલું જ નહિ, હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓનો આંકડો પણ ઝડપથી વધ્યો છે. રાજ્ય સરકારો પણ હવે સખત બની રહી છે. નોર્થ ડકોટામાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મિશિગનમાં કોલેજ, હાઈસ્કૂલ અને ઓફિસોને ત્રણ સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે. વોશિંગ્ટનમાં બીજાં ઘરોમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રેસ્ટોરાં અને બાર બંધ રહેશે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશમાં સ્થિતિ

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 11,693,878 254,250 7,079,739
ભારત 8,912,704 131,031 8,333,013
બ્રાઝિલ 5,911,758 166,743 5,361,592
ફ્રાન્સ 2,036,755 46,273 143,152
રશિયા 1,971,013 33,931 1,475,904
સ્પેન 1,535,058 41,688 ઉપલબ્ધ નથી
યુકે 1,410,732 52,745 ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના 1,329,005 36,106 1,148,833
ઈટાલી 1,238,072 46,464 457,798
કોલંબિયા 1,211,128 34,381 1,118,902

આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular