Friday, August 12, 2022
Home5G નેટવર્કના લોન્ચ થતા પહેલા જ સામે આવી સૌથી મોટી ખામી
Array

5G નેટવર્કના લોન્ચ થતા પહેલા જ સામે આવી સૌથી મોટી ખામી

- Advertisement -

લોકોમાં 5G નેટવર્કને લઇને ઉત્સુકતા ખૂબ વધતી જઇ રહી છે. તો બીજી બાજુ આ નેટવર્કને જલ્દીથી જલ્દી લોન્ચ કરવાની તૈયારીઓ પણ કરાવામાં આવી રહી છે. સાથે જ આ નેટવર્કને જોતા ગણી સ્માર્ટફોન કંપનીઓ પણ પોતાના 5G સ્માર્ટફોનને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 રજૂ કરવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સર્વિસને વર્ષ 2019ના અંત સુધી ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે. આ સર્વિસની મદદથી ઇન્ટરનેટની સ્પીડ હાલની સ્પીથી 50 ગણી વધી જશે.

આ નેટવર્કને લઇને જેટલા ફાયદા છે એટલું નુકસાન પણ છે. તમને જણાવી દઇએ કે એક રિસર્ચ પેપરમાં 5G નેટવર્ક પર યૂઝર્સની પ્રાઇવસીને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિસર્ચનું માનીએ તો 5G નેટવર્ આવ્યા બાદ હેકર્સયૂઝર્સને ડેટાને સરળતાથી હેક કરી શકે છે. તાજેતરમાં નેધરલેન્ડના હેગ શહેરમાં 5G નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન અચાનક લગભગ 297 પક્ષીઓએ જીવ ગુમાવ્યા.

5G નેટવર્કની આ ખામીને દૂર કરવા માટે રિસર્ચર્સ સતત કામ કરી રહ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સર્વિસના ચાલૂ થતા પહેલા આ પરેશાનીને દૂર કરી લેવામાં આવે, તમને જણાવી દઇએ કે 5G ને મોબાઇલ ઇન્ટરનેટની પાંચમી પેઢી માનવામાં આવી રહી છે. હાલ માર્કેટમાં 4G નેટવર્કની બોલબાલા છે પરંતુ 5G નેટવર્ક આવ્યા બાદ મોટામાં મોટા ડેટાને સરળતાથી અપલોડ કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular