Thursday, September 23, 2021
Home5G સ્માર્ટફોન : ઓપો A54માં 4 કેમેરા અને 4GB રેમ મળશે, ભારતીય...
Array

5G સ્માર્ટફોન : ઓપો A54માં 4 કેમેરા અને 4GB રેમ મળશે, ભારતીય માર્કેટમાં પણ ટૂંક સમયમાં લોન્ચ થશે

ઓપોએ પોતાનો નવો સ્માર્ટફોન A54 5G યુરોપના માર્કેટમાં લોન્ચ કર્યો છે. આની પહેલાં A સિરીઝમાં A75 5G અને A94 5G ફોન લોન્ચ કર્યા છે. હવે A54 5G ફોન ભારતીય માર્કેટમાં પણ ટૂંક સમયમાં લોન્ચ થશે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર આપ્યું છે. કંપનીનો દાવો છે કે, નેટવર્ક ઓછું હશે તો પણ કોઈ બફરિંગ વગર વીડિયો ગેમ રમી શકાશે.

ઓપો A54 5Gની કિંમત
ઓપો A54 5Gના 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત આશરે 19,499 રૂપિયા છે. તેમાં પર્પલ અને ફ્લુઈડ બ્લેકનો કલર ઓપ્શન મળશે.

ઓપો A54 5Gનાં સ્પેસિફિકેશન

  • તેમાં 6.5 ઇંચ (1080×2400 પિક્સલ) ડિસ્પ્લે આપી છે. એટલે કે 1080p રેઝોલ્યુશન ક્વોલિટીવાળા વીડિયો એકદમ ક્લિયર દેખાશે.
  • ડિસ્પ્લે રીફ્રેશ રેટ 90Hz છે. જ્યારે તમે ગેમ રમશો ત્યારે તમારો એક્સપીરિયન્સ સારો રહેશે.
  • 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. વધારે સ્ટોરેજ માટે તેમાં મેમરી કાર્ડ અલગથી એડ કઈ શકો છો.
  • સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલ અને બેકમાં ચાર કેમેરા છે તે 48+8+2+2 MPના છે.
  • બેટરી 5000mAhની છે, યુઝર્સ આશરે 10 કલાક સુધી આરામથી ફોન યુઝ કરી શકશે.
  • 10W ફાસ્ટ ચાર્જિંગ મળશે, ફોન 15 મિનિટમાં જ ચાર્જ થઇ જશે.
  • વાઈ-ફાઈ અને બ્લુટૂથ V 5.1 છે, તેનાથી હેડફોન અને સ્પીકર કનેક્ટ કરી શકાશે.
  • થોડા અંતરે એક ડિવાઈસથી બીજા ડિવાઈસમાં ડેટા શેર કરી શકાશે.
  • સાઈડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, તેનાથી એક જ ટચમાં ડિવાઈસ અનલોક થઈ જશે.
  • 3.5 mm હેડફોન જેક અને એક ટાઈપ-C USB પોર્ટ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments