Home દેશ ખેડૂત આંદોલનનો 5મો દિવસ : ખેડૂત દિલ્હી સીલ કરવાની તૈયારીમાં, પોલીસે સિંધુ-ટિકરી...

ખેડૂત આંદોલનનો 5મો દિવસ : ખેડૂત દિલ્હી સીલ કરવાની તૈયારીમાં, પોલીસે સિંધુ-ટિકરી સરહદ બંધ કરી : કૃષિ મંત્રીએ શાહની મુલાકાત કરી

0
15

કેન્દ્રના કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 5મો દિવસ છે. દિલ્હીની સરહદ પર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે તે દિલ્હીના 5 એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કરવાની તૈયારીમાં છે. ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા પોલીસે સિંધુ અને ટિકરી બોર્ડરને અવરજવર માટે બંધ કરી દીધી છે. તો આ તરફ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.

તસવીર સિંધુ બોર્ડરની છે
તસવીર સિંધુ બોર્ડરની છે

અપડેટ્સ

  • 1લી ડિસેમ્બરે દેશભરમાં ખેડૂત પોત પોતાના રાજ્યોમાં દેખાવ કરી દિલ્હીમાં ભેગા થયેલા ખેડૂતોનું સમર્થન કરશે.
  • આજે ગુરુનાનક જયંતી પણ છે. એવામાં ખેડૂતો રસ્તા પર જ અરદાસ કરી રહ્યાં છે.
  • બુરાડીમાં નિંરકારી સમાગમ ગ્રાઉન્ડ પર હાજર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. તો આ તરફ ગાજીપુર-ગાઝિયાબાદ બોર્ડર પર પોલીસે બેરિકેડ્સ અને સિક્યોરિટી વધારી દીધી છે. આ તસવીર ગાજીપુર-ગાઝિયાબાદ બોર્ડરની છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, નવા કૃષિ કાયદા APMC મંડીઓને ખતમ નહીં કરે. મંડીઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કૃષિ કાયદા અંગે ગેરસમજણ ન રાખશો. પંજાબના ખેડૂતોએ ગત વર્ષ કરતા વધુ ધાન મંડીમાં વેચ્યું અને વધું MSP પર વેંચ્યું.

દિલ્હીને હરિયાણાથી જોડતા હવે માત્ર વૈકલ્પિક માર્ગ જ ખુલ્યા છે.જેમાં ઝરોડા, ધનસા, ઝાટલિખેરા, કાપસહેડા, ડુંડાહેડા, બિજવાસન, દૌરલા. ખેડૂતોએ જે 5 પોઈન્ટ્સને બંધ કરવાની ચેતવણી આપી હતી, તેમાંથી બે તે પુરી રીતે બંધ કરી ચુક્યા છે. એક ગાઝિયાબાદ વાળો આંશિક રીતે બંધ છે, કારણ કે ત્યાં ખેડૂતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.

બાકી 2 એન્ટ્રી પોઈન્ટ હાલ પુરી રીતે ખુલ્લા છે, તેમાંથી એક જયપુર હાઈવે છે. ખેડૂત નેતા રાજેવાલે જણાવ્યું કે, આને બંધ કરવાની તૈયારી ચાલી રહી છે અને રાજસ્થાનના ખેડૂતોને આની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. આગરા-મથુરા હાઈવેને પણ બંધ કરવાની તૈયારીમાં છે. આ જવાબદારી રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશના ખેડૂતોને આપવામાં આવી છે

સરકાર ઈચ્છે છે કે તમામ ખેડૂત બુરાડી પહોંચે તો વાતચીત કરી શકાય, પણ ખેડૂતોએ રવિવારે કહ્યું હતું કે, બુરાડી નહીં જાય અને દિલ્હીની ઘેરાબંધી માટે 5 એન્ટ્રી પોઈન્ટ્સ પર ધરણા આપશે. ખેડૂત નેતા બલદેવ સિંહ સિરસાએ કહ્યું કે, અમારી પાસે એટલું રાશન છે કે 4 મહિના પણ અમારે રોડ પર બેસવું પડશે તો બેસીશું. ગાઝિયાબાદ બોર્ડર પર દેખાવકારી ખેડૂતોની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જો કે, પછી અહીંયા ખેડૂતોએ ભજન પણ કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે રવિવારે રાતે બેઠક કરી હતી.

હાઈવે પર મીની પંજાબ જેવો નજારો

ખેડૂત આંદોલનનું કારણ હાઈવેનો નજારો મિની પંજાબ જેવો થઈ ગયો છે. ટ્રોલિઓનું જ ખેડૂતોએ ઘર બનાવી લીધું છે. અહીંયા જમવાનું બની રહ્યું છે તો અહીંયા જ નાહવા ધોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઠેર ઠેર લંગર લાગ્યા છે. ઘરના લોકો ધરણા પર બેઠા છે. જમવાનું બનાવનાર જમવાનું બનાવી રહ્યાં છે. બધાને અલગ અલગ જવાબદારી સોંપી દેવાઈ છે.

Live Scores Powered by Cn24news