ન્યુ લોન્ચ : 5th જનરેશન હોન્ડા સિટી લોન્ચ, પ્રારંભિક કિંમત રૂ. 10.90 લાખ, સેગમેન્ટની પહેલી કાર જેમાં લેન-વોચ કેમેરા મળશે

0
24

હોન્ડાએ 5th જનરેશન હોન્ડા સિટીને 10.90 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરી દીધી છે. નવી હોન્ડા સિટી ત્રણ ટ્રિમ લેવલ અને ત્રણ એન્જિન ગિયરબોક્સ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. સેડાનના ટોપ મોડલની કિંમત 14.65 લાખ રૂપિયા છે. તેને ઓનલાઈન પોર્ટલ ‘હોન્ડા ફ્રોમ હોમ’ પરથી 5 હજાર રૂપિયામાં જ્યારે ડીલરશીપ પરથી 21 હજાર રૂપિયામાં બુક કરાવી શકાય છે.

નવી હોન્ડા સિટીની વેરિઅન્ટ પ્રમાણે કિંમત (એક્સ શોરૂમ)

વેરિઅન્ટ પેટ્રોલ ડીઝલ
V MT 10.90 લાખ 12.40 લાખ
VX MT 12.26 લાખ 13.76 લાખ
ZX MT 13.15 લાખ 14.65 લાખ
V CVT 12.20 લાખ
VX CVT 13.56 લાખ
ZX CVT 14.45 લાખ

એન્જિનમાં શું નવું મળશે?

  • 5th જનરેશન હોન્ડા સિટી ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ બે મિડસાઈઝ સેડાનમાંથી એક છે જે ડીઝલ-પેટ્રોલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે;  બીજી હ્યુન્ડાઈ વર્ના છે. તેને 100hp પાવર, 1.5 લીટર ડીઝલનું BS6 નોર્મ્સના હિસાબથી અપડેટ કરવામાં આવી છે અને સ્ટાન્ડર્ડ તરીકે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. ARAI દ્વારા નવી હોન્ડા સિટીનું માઈલેજ 24.1kpl રેટ કરવામાં આવ્યું છે.
  • નવી હોન્ડા સિટીમાં સૌથી મોટો ટોકિંગ પોઇન્ટ તેનું નવું પેટ્રોલ એન્જિન છે. તે 1498cc નેચરલી એસ્પિરેટેડ યુનિટ છે, જે 121hp અને 145Nm જનરેટ કરે છે, જે 4th જનરેશન સિટીના 1.5-લીટર SOHC યુનિટ કરતા 2hp વધારે દમદાર છે.
  • નવા એન્જિનને એક ટ્વિન કેમ અથવા ડબલ ઓવરહેડ કેમશાફ્ટ (DOHC), સેટઅપ મળે છે- જે વાલ્વ ટાઈમિંગ અને વાલ્વ લિફ્ટ પર સારી રીતે કંટ્રોલ કરે છે. પેટ્રોલ માટે ગિયરબોક્સ ઓપ્શનમાં 6-સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ઓટો સામેલ છે. નવી સિટી પેટ્રોલ મેન્યુઅલની સાથે  ARAI રેટેડ  17.8kpl અને CVT ઓટોની સાથે 18.4kpl માઈલેજ મળે છે.
  • જો કે, 4th જનરેશન હોન્ડા સિટીનું વેચાણ 119hp, 1.5 લીટર નેચરલ એસ્પિરેટેડ SOHC પેટ્રોલ એન્જિન સાથે ચાલું રહેશે.

જૂના મોડેલ કરતા કેટલી કિંમત વધી નવી હોન્ડા સિટીની
ડાયમેન્શનની વાત કરીએ તો નવી હોન્ડા સિટીની લંબાઈમાં  4549 મિમી, પહોળાઈમાં 1748 મિમી, ઉંચાઈમાં 1489 મિમી અને 2600 મિમી-લંબાઈ વ્હીલબેસ મળે છે. તેના જૂના મોડેલની સરખામણીમાં, નવી સિટી 109 મિમી લાંબી છે, 53 મિમી પહોંળી છે જ્યારે તેમાં પહેલાની જેમ જ વ્હીલબેસ છે પરંતુ તે ઉંચાઈમાં 6 મિમી નાના છે. નવી સિટીમાં 506 લીટર બૂટ સ્પેસ મળે છે.

નવી હોન્ડા સિટીમાં કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે?

  • ફીચર્સની વાત કરીએ તો, ટોપ-સ્પેક સિટી ZXમાં LED DRLsની સાથે ફૂલ LED હેડલેમ્પ, 16 ઈંચના અલોય વ્હીલ્સ, 8.0 ઈંટ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે એપલ કારપ્લે, એન્ડ્રોઈડ ઓટો અને વેબલિંક સપોર્ટ 32 કનેક્ટેડ કાર ફીચરની સાથે હોન્ડા કનેક્ટ ટેલિમેટિક્સ સિસ્ટમ, એલેક્સા રિમોટ કેપેબિલીટી (ભારતમાં પહેલી), 7.0 ઈંચની કલર MID, ડ્યુઅલ ટોન ઓટોમેટિક ક્લાઈમેન્ટ કંટ્રોલ, એક ઈલેક્ટ્રિક સનરૂફ, પુશ બટન સ્ટાર્ટ/ સ્ટોપ, પેડલ શિફ્ટર્સ અને રિમોટ એન્જિન સ્ટાર્ટ (માત્ર CVTમા)ની સાથે કીલેસ એન્ટ્રિસ લેધર અપહોલસ્ટ્રી મળે છે.
  • ટોપ-સ્પેક સિટીમાં સેફ્ટી ફીચર તરીકે 6 એરબેગ, EBDની સાથે ABS અને બ્રેક અસિસ્ટ, વ્હીકલ સ્ટેબિલિટી અસિસ્ટ, એગાઈલ હેન્ડલિંગ અસિસ્ટ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હોન્ડાનો લેનવેચ કેમેરા (સેગમેન્ટ-ફર્સ્ટ), ISOFIX ચાઈલ્ડ-સીટ માઉન્ટ, રિઅર પાર્કિંગ કેમેરા અને ઓટો હેડલેમ્પ અને વાઈપર સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here