6 કલાકથી ઓછી ઊંઘ લેશો તો થઇ શકે છે આ બિમારી

0
27

જો તમે છ કલાકથી ઓછી ઊંઘ લેતા હો તો તમારા માટે નુકસાનકારક છે. જે લોકો સાત આઠ કલાકની ઊંઘ લે તેની સરખામણીમાં છ કલાકથી ઓછું સુતા લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો વધુ રહે છે. જો તમે સારી ઊંઘ લેતા ન હો તો એથિરોસ્કલેરોસિસ નામની બીમારીનો ખતરો વધી જાય છે.

આ બીમારીથી શરીરની નળીઓમાં પ્લાક જામી જાય છે અને લોહીનું દબાણ ઘટે છે. આ અભ્યાસ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયો છે. હૃદય સંબંધિત બીમારી એક વૈશ્વિક સમસ્યા છે.

આપણે તેનાથી બચવા દવા, શારીરિક ગતિવિધિ અને ખાણીપીણી સહિત વિવિધ રીતો તેમજ ઉપચાર કરતા રહીએ છીએ. આ અભ્યાસ એ બાબત પર ભાર મૂકે છે કે હૃદયરોગ સામે લડવા સારી ઊંઘ લેવી જરૂરી છે. આ એક એવી વસ્તુ છે કે જેની સાથે આપણે રોજ સમજૂતી કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ઘણાં લોકો સતત મુસાફરી કે કોઇ અન્ય કારણોસર 6 કલાકથી પણ ઓછી ઊંઘ લેતા હોય છે. જેના કારણે તેમને વિવિધ સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. ત્યારે તાજેતરમાં થયેલ એક અભ્યાસમાં સામે આવ્યું કે, 6 કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોમાં  હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો વધુ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here