Monday, February 10, 2025
Homeઓઢવ લઠ્ઠાકાંડમાં 6 દોષિત, 3 પુરુષોનો 10 વર્ષ અને ત્રણ મહિલાને 3.5...
Array

ઓઢવ લઠ્ઠાકાંડમાં 6 દોષિત, 3 પુરુષોનો 10 વર્ષ અને ત્રણ મહિલાને 3.5 વર્ષની સજા

- Advertisement -

અમદાવાદઃ વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો છે. જેમાં 39માંથી 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ત્રણ પુરુષ દોષિતોને 10 વર્ષની અને ત્રણ મહિલાઓને સાડા ત્રણ વર્ષની સજા ફટકારી છે

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સ્પેશિલ સેશન્સ કોર્ટે આજે શનિવારે વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ અંગે ચૂકાજો જાહેર કર્યો છે. કોર્ટ દ્વારા મુખ્ય સુત્રધાર વિનોદ સહિત કુલ છ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જેમાં ત્રણ મહિલા નંદાબહેન, મીનાબહેન અને જશી બહેન ઉપરાંત ત્રણ પુરુષમાં વિનોદ ડગરી, જયેશ અને અરવિંદનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટે 39 આરોપીઓમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે બાકીના 33 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. ત્રણ આરોપીને 304 હઠેળ અને ત્રણ મહિલાને પ્રોહીબિશન હેઠળ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે 6 દોષિતોની સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે ત્રણે પુરુષ દોષિતોને 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે ત્રણ મહિલા દોષિતોને સાડા ત્રણ વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઉલ્લેખનીય છેકે વર્ષ 2009માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દેશી ખરાબ દારૂ એટલે કે લઠ્ઠો પીવાથી માણસો ટપોટપ મરવા લાગ્યા હતા. ઓઢવમાં લઠ્ઠાકાંડ થવાથી કુલ 123 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં 33 લોકોની ધરપકડ તે સમયે કરવામાં આવી હતી. આ કેસમાં 650 જેટલા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. અગાઉ કોર્ટે કાગડાપીઠ લઠ્ઠાકાંડમાં ચુકાદો આપ્યો હતો, જેમાં 10 આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને 8 જેટલા લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

દોષિતોના નામ

1- વિનોદ ઉર્ફે ડગરી ચંદુભાઇ ચૌહાણ
2- જયેશ હિરાલાલ ઠક્કર
3-અરવિંદ ઉર્ફે ઘનશ્યામ હુકાભાઇ તળપદા વાઘરી
4-નંદાબેન ઘનશ્યામભાઇ જાની
5-જસીબેન વિજયભાઇ ચુનારા
6-મીનાબેન મનજતસીંગ રાજપુત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular